રાજકોટઃ શહેરમાં દિનપ્રતિદિન ગુનાખોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા તારીખ 15ના રોજ રાત્રીના સમયે નૈનેશ પરસાણા નામના યુવકનું અપહરણ કર્યું હતું. જે બાબતે પોલીસને જાણ થતાં રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને યુવકનું અપહરણ કરનાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.
રાજકોટમાં પ્રેમસંબંધ મામલે યુવાનનું કરાયું અપહરણ, 3ની ધરપકડ - rajkot latest news
રાજકોટમાં પ્રેમસંબંધ મામલે યુવાનનું અપહરણ કરાયું હતું. જે બાબતે પોલીસને જાણ થતા રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને યુવકનું અપહરણ કરનાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.
રાજકોટમાં
પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રથમ રૂપિયાની લેતી-દેતીમાં યુવકનું અપહરણ થયું હોવાની શક્યતા છે તેવું જાણવા મળ્યું હતું. પરંતુ આરોપીઓની આકરી પૂછપરછ કરતા પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો હતો. અપહરણ કરનાર હુશેન ચાવડા, નાઝિર ગૌરી, મોહસીન કુરેશીની ધરપકડ કરી છે. નૈનશના મિત્ર જીગાને આરોપીની બહેન સાથે પ્રમસંબંધ હોવાથી અપહરણ કર્યાનું ખૂલ્યું હતું.
Last Updated : Mar 17, 2020, 3:22 AM IST