ખોડિયાર જ્યંતી નિમિતે તા. 2 ફેબ્રુઆરીએ સવારે 8 થી 11 નવચંડી યજ્ઞ ત્યાર બાદ બપોરે ભવ્ય ધ્વજારોહણ અને માતાજીને અન્નકોટ ધરવામાં આવશે. અન્નકોટમાં 100થી વધારે વાનગી ધરવામાં આવશે સાથે માતાજી ને ડ્રયફ્રુટનો હાર પહેરાવવામાં આવશે.
રાજકોટઃ કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી, માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટનો હાર પહેરવામાં આવશે - khodiyar jayanti celebrated in khodaldham temple
ખોડિયાર જ્યંતીની કાગવડ ખોડલધામ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટનો હાર પહેરવામાં આવશે.
કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી
આ હારમાં 9 કિલો કાજુ, બદામ, કિસમિસ, એલચી, અંજીરથી હાર બનાવવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટનો હાર બનાવવામાં 15 જેટલી ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા 2 દિવસથી સતત હાર બનાવવા જહેમત ઉઠવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને મંદિરના પટાંગણમાં ભવ્ય રંગોળી કરવામાં આવશે. આ તકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહેશે.