ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના કેશવાળા ગામમાં માલધારી આધેડ પર સિંહે કર્યો હુમલો - ખેતરમાં ખેડૂતો

એક બાજુ ભારતમાં લોકડાઉન છે. તો બીજી તરફ જંગલના રાજાના ગોંડલ પંથકમાં આંટાફેરા મારતા જોવા મળ્યાં છે. ગોંડલ તાલુકાના કેશવાળા ગામે આવી ચડેલા સિંહે રૂપાભાઈ ઓઘડભાઈ મેવાડા નામના માલધારી ઉપર હુમલો કર્યો હતો.

રાજકોટ જિલ્લાના ગોંડલના કેશવાળા ગામે માલધારી આધેડ પર સિંહનો હુમલો
રાજકોટ જિલ્લાના ગોંડલના કેશવાળા ગામે માલધારી આધેડ પર સિંહનો હુમલો

By

Published : Apr 9, 2020, 6:52 PM IST

રાજકોટઃ જિલ્લાના કેશવાળા ગામે સિંહે માલધારી આધેડ પર હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા માલધારીને ગોંડલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને પગલે ગોંડલ ફોરેસ્ટ વિભાગ, મામલદાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એ.સી.એફ સહિતના વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં.

રાજકોટ જિલ્લાના ગોંડલના કેશવાળા ગામે માલધારી આધેડ પર સિંહનો હુમલો

ગોંડલના કેશવાળા ગામે આવી ચડેલા બન્ને સિંહ નર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ચોટીલા પંથકમાંથી ગોંડલ પંથકમાં સિંહો લટાર મારવા આવ્યા હોવાની પુષ્ટી વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ વન્યપ્રાણીની સલામતી માટે આજુબાજુના વિસ્તારોમાં વાડી ખેતરમાં ખેડૂતોએ વીજકરંટ ન મૂકવાની સાથે પોતાના પશુઓને સુરક્ષીત જગ્યાએ રાખવાનો પણ અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details