કેશોદની પેઢી વેપારીઓનું ફૂલેકું ફેરવી થઈ ફરાર
રાજકોટઃ ગત અઠવાડિએ કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢી રાતોરાત ઉઠી જતા વેપારીઓના કરોડો રૂપિયા ભરાયા હોવાની ઘટના સામે આવી છે. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી. રાજકોટના વેપારીઓએ પણ પેઢીને માલ આપ્યો હતો. ત્યારબાદ પેઢી ઉઠી જવાની જાણ થયા રાજકોટના વેપારીઓએ પેઢીના સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા વેપારીઓને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢીએ વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી માલ લીધો હતો. ત્યાર બાદ રૂપિયા આપવાના બદલે અચાનક પેઢી ઉઠી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી. જેની સાથે રાજકોટના વેપારીઓ પણ વ્યવહાર કર્યો હતો. ત્યારે અચાનક પેઢી ઉઠી જવાના સમાચાર સામે આવતા રાજકોટના વેપારીઓના અંદાજે એક કરોડ રૂપિયા ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ પેઢી રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટમાં વેપાર કરી હતી. જેને કારણે રાજકોટના વેપારીઓ પણ પેઢીના વિશ્વાસમાં આવ્યા હતા.