- અમરેલી જિલ્લાના લુઆરા ગામની ઘટનાને સંદર્ભે અપાયું આવેદનપત્ર
- છેલ્લાં ત્રણ વર્ષના કેસોની ન્યાયિક તપાસ કરવામાં આવે
- નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરણી સેનાએ કરી
રાજકોટઃ અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા છેલ્લાં ત્રણ વર્ષના કેસોની ન્યાયિક તપાસ કરવામાં આવે અને નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માગ પણ કરની સેના દ્વારા કરવામાં આવી હતી. અમરેલી પોલીસ દ્વારા એન્કાઉન્ટરનું કાવતરું કરાયની ઘટનાને લીધે કરણી સેનાએ આવેદન આપ્યું હતું. કરણી સેના દ્વારા તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમરેલી પોલીસ દ્વારા અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં અપરાધી અશોકસિંહ બોરીચાના બહેન હેમુબેને ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરતાં પોલીસે હેમુબેન પર ગંભીર ધારાઓ લગાવવામાં આવી હતી.