કમલેશ અગાઉ પણ જાહેરમાં ફાયરિંગના ગુનામાં પોલીસથી નાસતો ફરતો હતો. બાતમીના આધારે તુલિપ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડો પાડીને પોલીસે તેને ઝડપી લડીને વધુ કાર્યવાહી હાથધરી છે. બિલ્ડર કમલેશ રામાણી પર રાજકોટમાં હત્યાની કોશિશ, દુષ્કર્મ, ફાયરિંગ જેવા અંદાજિત 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. તાજેતરમાં જ તેને રસ્તામાં રૂપિયાની લેતી દેતી મામલે જાહેરમાં ફાયરિંગ કરીને આતંક ફેલાવ્યો હતો. જેને લઈને રાજકોટ પોલીસ પણ છેલ્લા કેટલાક સમયથી કમલેશ રામાણીની શોધખોળ કરી રહી હતી.
રાજકોટનો વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી ફરી પાસામાં ધકેલાયો - Kamlesh Ramani
રાજકોટ: શહેરનો નામાંકિત બિલ્ડર ફરી એક્વાર વિવાદમાં આવ્યો છે. શહેરની તાલુકા પોલીસ દ્વારા કમલેશ રામાણીને એક ફ્લેટમાં યુવતી સાથે નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો.
રાજકોટનો વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી ફરી પાસામાં ધકેલાયો
બે દિવસ પહેલાં જ તેને ઝડપી પાડ્યો હતો. જો કે, કમલેશ રામાણી ધરપકડ બાદ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તેને વિરુદ્ધ પાસા હેઠળનું વોરંટ જાહેર કર્યું હતું. જેને લઈને આગામી દિવસોમાં કમલેશને વડોદરા જેલ ખાતે મોકલવામાં આવશે.