રાજકોટ ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે ધોરાજી તેમજ ઉપલેટા વિસ્તારના સમસ્ત (Kadva Patel Samaj) કડવા પટેલ સમાજનો સ્નેહમિલન (Kadva Patel Samaj organized Sneh Milan)કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમની અંદર તમામ રાજકીયપાર્ટીઓના પદાધિકારીઓ, નેતાઓ, સમાજના આગેવાનો, અગ્રણીઓ, ઉમિયા મંદિરના આગેવાનો સહિતના સૌ કોઈ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર અંદાજિત સાત હજાર જેટલા લોકોઉપસ્થિત રહ્યા હતા.
કડવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું, રાજકીય આગેવાની ખાસ હાજરી દીપ પ્રાગટ્યઆ કાર્યક્રમની અંદર આગેવાનોએ સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સમાજની અંદર થતી ગતિવિધિઓ અંગેની વાતો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષણ તેમજ સમાજના યુવાનો અને યુવતીઓ માટે ભવિષ્યમાં સારામાં સારા કાર્યો કરવા અને આગળ વધારવા માટેની વાતો વાગોળવામાં આવી હતી. તેમજ રાજકીય ક્ષેત્રોમાં પણ સમાજના લોકોએ આગળ વધી એના સમાજ માટે કર્યો કરવા જોઈએ તેવું જણાવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ બિનરાજકીય હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું
એકતા અને સંગઠનપૂર્વ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને સંગઠન નહિ હોઈ તો સમાજનો વિકાસ નહિ થઈ શકે. ત્યારે આ સાથે સમાજના દરેક આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોને જે પાર્ટીમાં ઈચ્છા હોય તેમ મત આપી અને પોતાનો યોગદાન આપવો જોઈએ. સમાજના દરેક લોકોએ પોતાનો લોકશાહી પર્વ ઉજવવા મતદાન કરવું જ જોઈએ જેથી કરીને સમાજની એકતા અને સંખ્યા માટે મતદાન કરવું જોઈએ.
મહારાજા ભગવતસિંહજીને યાદ આ સાથે ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીને (Maharaja Bhagwat Singhji of Gondal State) પણ યાદ કરીને તેમને આપેલ શિક્ષણ સહિતની સુવિધાઓ અંગે વાત કરી હતી જેને લઈને આજના સમયમાં પણ તેમની દીકરીઓ માટેની શિક્ષણ અને ફરજીયાત શિક્ષણ અંગેની વાતો કરી અને સમાજમાં પણ શિક્ષણ હોવું જરૂરી છે તેવું જણાવ્યું હતું.
સમાજનો વિકાસઆ સાથે ઉમિયાધામ સિદસરમાં પ્રમુખ જેરામ પટેલે પોતાના ભાષણની અંદર જણાવ્યું હતું કે સમાજનો વિકાસ ખૂબ જરૂરી છે રાજકીય જગ્યાઓમાં પણ સમાજનો વ્યક્તિઓ હોવો જોઈએ જેથી સમાજના વિકાસના કામો સરળતાથી થઈ શકે કારણ કે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજનો હિસ્સો વધારે છે તેવું જેરામ પટેલે જણાવ્યું હતું. આ સાથે વધુમાં તેમને સમાજની સંખ્યા અંગે વાત કરીને રાજકીય ક્ષેત્રોમાં, શિક્ષણમાં, વ્યવસાયમાં અને ઉદ્યોગમાં આગવું નામ અને ઓળખાણ તેમજ વર્ચસ્વ હોવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું અને કોઈપણ પાર્ટી હોઈ રાજકીય હોદા પર સમાજનો એક વ્યક્તિ હોવો જોઈએ પછી એ ભાજપ હોઈ, કોંગ્રેસ હોઈ પણ સમાજનો વ્યક્તિ હોઈ તેવું કરવું જોઈએ તેવું જણાવ્યું હતું.