રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક માટેની ભરતી(Junior Clerk Examination in Rajkot Municipal Corporation)પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેની પરીક્ષાયોજાયા બાદ તેનું મેરિટ પણ જાહેર કરાયું છે. જ્યારે આ મેરિટમાં 27 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ કરીને તેમને નિમણૂક આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. જ્યારે આ મામલે મનપા કમિશનર દ્વારા ભરતીમાંકોઈ પણ ગેરરીતિ ન થઈ હોવાનું મીડિયાને જણાવવામાં આવ્યું હતું.
CPT પાસ ન થયેલા 27 લોકોને નિમણૂક અપાઈ
રાજકોટ મહાનગરપાલિકાની(Rajkot Municipal Corporation)જુનિયર કલાર્કની ભરતીમાં CPTની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેનું પરીણામ જાહેર કરાયુ નથી. એવામાં મનપા દ્વારા 27 લોકોને 6 મહિનામાં CPT પરીક્ષા પાસ કરવાની શરત સાથે નિમણુંક આપવામાં આવી હતી. જ્યારે આ મામલે આપ નેતા યુવરાજસિંહ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે તમામ બાબતોને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાઈનલ ઓર્ડરની યાદી બદલવામાં આવી હતી. જે ઉમેદવારોએ CPTની પરીક્ષા પાસ કરી હોય તેમને જ નિમણુંક આપવામાં આવી છે.