- વિધાનસભાની ચૂંટણીઓને લઈને પડઘમ શરુ થઈ ચૂક્યા છે
- રાજકોટ મહાનગરપાલિકાના વિકાસના કામોનું લોકાર્પણ
- વાઘાણીએ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે યોજી બેઠક
રાજકોટ : રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ઓ યોજાવાની છે. એવામાં રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળના પ્રધાનો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રાઓ યોજી રહ્યા છે. તેમજ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના શિક્ષણ પ્રધાન (Minister of Education) જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આશીર્વાદ યાત્રા યોજી હતી, જેને લઈને આજે શનિવારે રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આ જન આશીર્વાદ યાત્રાઓ યોજવામાં આવી હતી. જન આશીર્વાદ યાત્રા યોજ્યા બાદ જીતુ વાઘાણીએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું.
મનપાના વિકાસના કામોનું કર્યું લોકાર્પણ
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રાજકોટના જિલ્લા ગાર્ડન નજીક મનપા દ્વારા બનાવવામાં આવેલી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નંબર 48ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ મનપાને ફાળવવામાં આવેલી ઇલેક્ટ્રિકલ બસોનું પણ વાઘાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અલગ-અલગ આવાસ યોજનાઓ ફાળવણીનો ડ્રો પણ તેમના હસ્તે કરવામાં આવ્યો હતો. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં જીતુ વાઘાણી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિકાસના કામોનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શહેરના અલગ અલગ માર્ગો પર યોજી યાત્રા