- જેતપુરમાં બનતી ધાબળીઓ કચ્છથી લઈને કાશ્મીર સુધી સપ્લાય થાય છે
- હાથશાળના કારીગરો ધાબડી ઉપરાંત ખાદીના વસ્ત્રો બનાવે છે
- કારીગરો દ્વારા પરંપરાગત હેન્ડલુમ કળાનું કરવામાં આવે છે જતન
રાજકોટ: જિલ્લામાં વિવિધ ઉદ્યોગો આવેલા છે. જેમાં શાપર-વેરાવળમાં મશીન પાર્ટ્સનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો-ફાલ્યો છે. ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાના જેતપુરની તો જેતપુરનો સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે. ત્યારે જેતપુર તાલુકાના એક નાના એવા ગામ રેશમડીગાલોળમાં (Reshmadigalol) આજે પણ હાથ બનાવટના વસ્ત્રો (Handloom) હાથસાળના કારીગરો દ્વારા પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. આ હાથસાળના કારીગરો દ્વારા બનાવવામાં આવતી ધાબળીની કચ્છ (Kutch) થી લઈને કાશ્મીર (Kashmir) સુધી ખુબ જ મોટા પ્રમાણમાં માંગ છે.
કારીગરો પેઢીદર પેઢી કરી રહ્યાં છે, હાથસાળનું કામકાજ
ETV Bharat ની ટીમ દ્વારા જેતપુર તાલુકાના રેશમડિગાલોળ ગામમાં હાથસાળના કારીગરોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ETV Bharat ની ટીમ સાથે વાતચીત કરતા કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા પેઢીદર પેઢી આ હાથસાળનું કામકાજ કરવામાં આવી રહ્યું છે અને જેતપુર તાલુકાના ગામડાઓમાં ફક્ત રેશમડીગાલોળ ગામમાં જ હાથસાળની ધાબળીઓ બનાવવામાં આવે છે. આ સાથે તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રેશમડીગાલોળ ગામના 6 થી 7 પરિવારો આ હાથસાળના કામ સાથે સંકળાયેલા છે. જેમાં મોટા ભાગના વણકર સમુદાયના છે.
આ પણ વાંચોઃ જેતપુરના સાડી ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોમાં લોકડાઉન અંગે ઘેરાયા શંકાના વાદળો