જસદણના જસાપરમાં રહેતો અને જસદણ નજીક ચાની હોટલ ધરાવતો અનિલ રાજુભાઇ મુંધવા (ઉ.વ.18) સાંજે આટકોટથી દૂધ ભરી જસદણ તરફ બાઇક પર જતો હતો, ત્યારે રસ્તામાં જયંત કારખાના નજીક આઇસરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી, જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતુ.
જસદણમાં આઈસરે બાઈક સવારને અડફેટે લીધો, યુવાનનું મોત - બાઇક સવારનું મોત
રાજકોટઃ જસદણ તાલુકાના જસાપર ગામના ભરવાડ યુવાનનું આટકોટ-જસદણ રોડ પર આઇસરની ઠોકરે બાઇક સવાર નું મોત નિપજયુ હતુ, મૃતક યુવાનના સગપણ માટે પરિવારજનો શનિવારના રોજ કન્યા જોવા જવાના હતાં.
જસાપર ગામના યુવાનનું આઇશરની ઠોકરે બાઇક સવારનું મોત
મૃત્યુ પામનાર અનિલ બે ભાઇમાં મોટો હતો અને ચ્હાની હોટલમાં કામ કરતો હતો. તેના સગપણ માટે કન્યા જોવા જવાની વાત ચાલતી હતી. તેના મોત બાદ પરિવારમાં માતમ છવાઈ ગયુ છે.