રાજકોટઃ રાજકોટની મુલાકાતે આવેલા (J P Nadda Rajkot visit) જે.પી.નડ્ડાએજન પ્રતિનિધિઓને સંબોધન કરતા ભાજપની સિદ્ધિઓ ગણાવી હતી. રેસકોર્ષમાં (J P Nadda Saurashtra) યોજાયેલા આ સંમેલનમાં તેમણે સર્વત્ર કમળ (Rajkot BJP Function) ખીલી ગયું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, વિપક્ષનું નામ લીધા વગર મોટા ચાબખા માર્યા હતા. રાજકોટમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવવાનો મોકો મળ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરૂ છું ત્યારે એક વાત છે કે, આ સંતોની અને સિંહની ભૂમિ છે.
રૂબરૂ થવાનો મોકો મળ્યોઃ આ ભૂમિને હું નમન કરૂ છું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે, પ્રતિનિધિઓને મળું. ઘણી વખત ઓનલાઈન જોડાવવાનો ચાન્સ મળ્યો છે. જિલ્લા પંચાયતથી સાંસદ સુધી. ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય માનવ સેવા પણ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે પૂરી શક્તિથી મેદાને ઊતર્યા છે. દિવસ રાત જોયા નથી. આ માટે. તમે જોયું હશે કે, વેક્સિનેશન અંગે ઘણા પ્રશ્નો થયા હતા. કેટલુંય બોલાતું હતુ. વડાપ્રધાનના વિચારને તોડી મરોડીને રજૂ કરતા હતા.