આ દરોડા દરમિયાન આઈ.ટી વિભાગને શરૂઆતમાં 75 લાખ રૂપિયા કરતા વધુની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને આખી રાત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ રાખવામાં આવી હતી. જેમાં આંગળીયા પેઢીમાંથી 1.10 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આચારસંહિતા દરમિયાન આટલી મોટી રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને યોગ્ય ખુલાસો ન આપતા આ રકમને સીઝ કરવામાં આવી હતી.
રાજકોટમાં ITના દરોડા, બિન હિસાબી 1.10 કરોડની રકમ ઝડપાઇ - Gujarat
રાજકોટઃ રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર ગઈકાલે મોડીરાત્રે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.
હાલ સમગ્ર દેશમાં આચારસંહિતા છે. જેનો અમલ યોગ્ય રીતે થાય તે માટે અલગ-અલગ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી આજરોજ રાજકોટમાં પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. મોડીરાત્રે પાડવામાં આવેલ દરોડાની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. જેમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા 1.10 કરોડ રોકડ મળી આવ્યા હતા. રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ વિભાગને યોગ્ય જવાબ ન આપ્યો હોવાના કારણે અંતે આટલી મોટી રકમને સીઝ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7જેટલા ઇન્સપેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.