ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની સાથે મીટિંગ યોજી - Indranil Rajyaguru's press conference was held at Nils City

દિલ્હી ખાતે કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આંદોલનનાં સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ આક્રમક બન્યા છે અને રાજ્યનાં ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સાથે જ સરકારને ચેલેન્જ ફટકારી કહ્યું છે કે, ધરપકડ કરવી હોય તો મારાથી જ શરૂઆત કરજો.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની સાથે મીટિંગ યોજી
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની સાથે મીટિંગ યોજી

By

Published : Jan 1, 2021, 7:58 AM IST

  • કૃષિ કાયદાના વિરોધમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ખેડૂતોની સાથે મીટિંગ યોજી
  • આંદોલનનાં સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ આક્રમક બન્યા
  • રાજ્યનાં ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનો નિર્ધાર વ્યકત કર્યો

રાજકોટ : દિલ્હી ખાતે કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આંદોલનનાં સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ આક્રમક બન્યા છે અને રાજ્યનાં ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સાથે જ સરકારને ચેલેન્જ ફટકારી કહ્યું છે કે, ધરપકડ કરવી હોય તો મારાથી જ શરૂઆત કરજો.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની સાથે મીટિંગ યોજી

કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાના વિરોધમાં 30 જેટલા ખેડૂતોની સાથે મીટિંગ યોજાઈ

નિલ્સ સિટી ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાના વિરોધમાં 30 જેટલા ખેડૂતોની સાથે મીટિંગ યોજી હતી. જેમાં જુદા- જુદા જિલ્લાઓનાં ખેડૂતો હાજર રહ્યાં હતાં અને ગમે ત્યારે રાજકોટથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના છે. ગુજરાતનાં ખેડૂતોને ત્યાં જતા કોઈ રોકી શકશે નહીં.

સરકાર દ્વારા ખેડૂતો ઉપર દબાણ કરાઈ રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં જે આંદોલન ચાલી રહ્યું છે. તેમાં અમે ગુજરાતનાં ખેડૂતોને સમર્થન આપવા જઈ રહ્યાં છીએ અને હું સંઘર્ષ સમિતિને ટેકો જાહેર કરૂં છું. સરકાર દ્વારા ખેડૂતો ઉપર દબાણ કરાઈ રહ્યું છે. કોઈપણ રીતે દિલ્હી કૂચ કરવા દેવામાં આવતી નથી. પરંતુ સરકારની દબાણ નીતિ સામે અમે લડત આપીશું. આઝાદ ભારતમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવાનો હક્ક છે.

ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા નહીં રોકી શકો : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

જેતપુરના ખેડૂત આગેવાનને પોલીસે નજરકેદ રાખ્યા હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે જેલ અને દંડાથી ડરવાના નથી. તમે ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા નહીં રોકી શકો. છતાં સરકારને ધરપકડ કરવી હોય તો સૌથી આગળ હું ઉભો રહીશ. ખેડૂતો દિલ્હી ન પહોંચે તે માટે રાજ્ય સરકાર ખેડૂતો ઉપર દબાણ લાવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. જેમાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરનાં ખેડૂતોને દિલ્હી પહોંચાડવાની રણનીતિ પણ ઘડવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details