જ્યારે આ મામલે ઇન્દ્રનીલ સાથે ઇવીટીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષોથી કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, એટલે મેં સમર્થકોને કોંગ્રેસમાં જોડાવવાની હા પાડી છે. હવે નિર્ણય પ્રદેશ કક્ષાએથી થશે.
કોંગ્રેસમાં ફરી જોડાવાને લઈને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ સાથે ઇટીવીની ખાસ વાતચીત - કોંગ્રેસ અને ભાજપ
રાજકોટ: શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ફરી કોંગ્રેસમાં સક્રિય કરવા માટે મહાનગરપાલિકાના 15 કરતા વધુ કોર્પોરેટરોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરોએ અમિત ચાવડાને રજૂઆત કરી હતી. જેમાં પ્રદેશ તરફથી સમગ્ર જવાબદારી બે નિરીક્ષકોને આપી છે.
rajguru
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.