રાજકોટ:રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત (Accident on Rajkot Ahmedabad Highway) સર્જાયો હતો. રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત (four people died in Rajkot ahmedabad accident) થયા હતા, જ્યારે આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઇકો કારમાં 8 થી 10 લોકો સવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ કુવાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ અમદાવાદ હાઈવે પર થયો અકસ્માત, ચાર લોકોના ઘટના સ્થળે જ મોત - રાજકોટ અમદાવાદ હાઈવે પર થયો અકસ્માત
રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક એક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો (Accident on Rajkot Ahmedabad Highway) હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત (four people died in Rajkot ahmedabad accident) થયા હતા, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
ડાકોરથી દર્શન કરીને આવતો હતો પરિવાર:રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક અક્સ્માત સર્જાયો તેમાં કુલ 4 લોકોના મોત થયા. જ્યેન્દ્ર સિંહ જાડેજા અને પૃથ્વીરાજ સિંહ જાડેજા નિવૃત એએસઆઈ, જ્યારે પુરવઠા અધિકારી ઇન્દ્રજીત સિંહ જાડેજા અને તેમના દાદી મયાબાના મોત થયું છે. જાડેજા પરિવાર ડાકોરથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો અને આ અકસ્માત થયો.
ચાર લોકોના ઘટના સ્થળે જ મોત:માલીયાસણ નજીક મોડી રાત્રે હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ ઘટનામાં ઇકો કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત (four people died in Rajkot ahmedabad accident) થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત આ ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા સર્જાયો હતા. અકસ્માતની ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા પોલીસે (Kuvadva Police) ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરાવ્યો હતો.