રાજકોટ: પાસપોર્ટ ઓફીસ ખાતે સામવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરના અરજદારો આવી પહોંચ્યા હતા. અરજદારોનો આક્ષેપ છે કે તેમને પાસપોર્ટ કચેરી ખાતેથી વેરિફિકેશન માટે ઓફિસથી મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ પાસપોર્ટ ઓફિસના ટોલ ફ્રી નંબર પણ ઓફીસ હાલ શરૂ હોવાની માહિતી અપવામાં આવી રહી છે.
રાજકોટ: પાસપોર્ટ ઓફીસ પર અરજદારોએ હોબાળો મચાવ્યો - રાજકોટ ન્યુઝ
રાજકોટના પાસપોર્ટ ઓફિસ પરથી અરજદારોને વેરીફેશનનો મેસેજ મળતા સોમવારે તેઓ ઓફિસે પહોચ્યા હતા.પરંતુ પાસપોર્ટ ઓફિસ પર સ્ટાફ હાજર ન હોવાના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.અને તેમણે હોબાળો મચાવ્યો હતો.
રાજકોટ: પાસપોર્ટ ઓફીસ પર અરજદારોએ હોબાળો મચાવ્યો
જેને લઈને સૌરાષ્ટ્રભરના મોટાભાગના અરજદારો વહેલી સવારથીજ રાજકોટના મક્કમ ચોક ખાતે આવેલી પાસપોર્ટ ઓફીસ પર આવી પહોંચ્યા હતા.પરંતુ અહીં સ્ટાફ ન હોવાના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. જેને કારણે તેમને હોબાળો મચાવી મુકવ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડયો હતો.