ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં રવિવારે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી, લોકોને આપ્યો સંદેશ - વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન

રાજકોટ: કાલાવડ રોડ નજીક આવેલ પુષ્કરધામ શાકમાર્કેટ ખાતે એસ.એન.કે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત શાળાના 50 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શાકમાર્કેટ નજીક થતો સંપૂર્ણ કચરો સાફ કર્યો હતો.

etv bharat
રાજકોટમાં રવિવારે શાળાના વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન, લોકોને આપ્યો સંદેશ

By

Published : Dec 15, 2019, 11:35 PM IST

રવીવારની રજા હોય વિદ્યાર્થીઓ દ્વારા રજાના દિવસનો સદઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામી સોખડા દ્વારા આગામી જાન્યુઆરી માસમાં આત્મીય યુવા મહોત્સવ યોજાવાનો છે. જેને લઇને સંસ્થા સાથે જોડાયેલ તમામ હરિભક્તોને સ્વામીજી દ્વારા સ્વચ્છતાનો પ્રથમ મંત્ર આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથધરાયું હતું. કાર્યક્રમ થકી બાળકો દ્વારા વિવિધ સોસાયટીવાસીઓને સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં રવિવારે શાળાના વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન, લોકોને આપ્યો સંદેશ

ABOUT THE AUTHOR

...view details