ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: ગોંડલ તાલુકાના મોવિયા ગામે જૂગાર રમતા 6 શખ્સો ઝડપાયા - રાજકોટમાં પોલીસે જૂગાર રમતા લોકોને પકડયા

ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં જૂગાર રમતા 6 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ ઇસમો પાસેથી રોકડ રૂ. 13 હજાર 400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

etv bharat
રાજકોટ : મોવિયા ગામમાંં જુગાર રમતા 6 ઇસમોની ધરપકડ કરી.

By

Published : May 19, 2020, 8:06 PM IST

ગોંડલ: તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.વી.જાડેજા, પ્રકાશભાઈ પરમાર, જિતેન્દ્રસસિંહ વાળા, પ્રદીપસિંહ જાડેજા. રવીરાજસિંહ વાળા તથા મહાવીરસિંહ જાડેજા સહિતના ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનના બાતમીના આધારે ગોંડલ તાલુકાના મોવીયા ગામના સીમ બંધીયા રોડ પર આવેલી વાડી પાસે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતા જગદીશભાઇ જેંતીભાઇ સોરઠીયા, હરેશભાઇ છગનભાઇ ભાલાળા, કાંન્તીભાઇ જેંતીભાઇ સોરઠીયા, મનોજભાઇ દુર્લભભાઇ વેકરીયા, જીગ્નેશભાઇ મનસુખભાઇ ભાલાળા, દેવેંદ્રભાઇ મગનભાઇ ચાંગેલાની ધરપકડ કરી હતી. પોલીસે રોકડ રૂ.13400નો મુદ્દામાલ કબ્જે કરી જૂગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details