ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં આધેડે બીમારીથી કંટાળી કરી આત્મહત્યા - Mohan Park Gondal

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા મોહન પાર્કમાં રહેતા આધેડે કમર -પગના દુખાવાની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ. ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગોંડલમાં આધેડે બીમારીથી કંટાળી કરી આત્મહત્યા
ગોંડલમાં આધેડે બીમારીથી કંટાળી કરી આત્મહત્યા

By

Published : Feb 9, 2021, 5:32 PM IST

  • મોહન પાર્ક 2 માં રહેતા હરેશભાઈ મણીભાઈ કાલરીયા કરી આત્મહત્યા
  • પગ અને કમરનો દુખાવો હોવાથી કરી આત્મહત્યા
  • પોલીસને આ ઘટનાની જાણ થાતા તપાસ શરૂ કરી હતી

રાજકોટઃ ગોંડલ તાલુકાના મોવિયા ગામના અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુંદાળા રોડ પર આવેલ મોહન પાર્ક 2 માં રહેતા હરેશભાઈ મણીભાઈ કાલરીયા ઉંમર વર્ષ 52 એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

52 વર્ષના એક આધેડે કરી આત્મહત્યા

ઘટનાની જાણ પોલીસને થતા જમાદાર પુનિતભાઈ અગ્રાવતે તપાસ હાથ ધરી હતી. હરેશભાઈ મણીભાઈ કાલરીયાને છેલ્લા કેટલાક સમયથી પગ અને કમરનો દુખાવો રહેતો હતો અને તેમાં કમરે ગાંઠ થતા મનમાંને મનમાં કેન્સરની આશંકા સેવતા તેમણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details