ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ સબ જેલમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે જ્યારે ગોંડલ શહેરમાં એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 6 કેસ માંથી એક કેસ ગોંડલ સબ જેલમાં નોંધાયો છે.

ગોંડલમાં એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગોંડલમાં એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jul 19, 2020, 5:26 PM IST

રાજકોટ: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગોંડલ સબ જેલમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોંડલ ગ્રામ્યમાં દેવચડીમાં મહિલા સરપંચના પતિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગોંડલ શહેર તેમજ તાલુકામાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા ગોંડલમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

ગોંડલમાં એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગ્રામ્ય પંથકમાં કોરોનાનો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ગોંડલ શહેરમાં ગાયત્રી નગર, મહાકાળી નગર, પંચવટી સોસાયટીમાં એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતા. ગોંડલ સબ જેલમાં લોકડાઉન દરમિયાન શાપર વેરાવળમાં જિલ્લા પોલીસ વડા તેમજ પત્રકાર પર હુમલો કરનારા કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગ્રામ્યમાં દેવચડીમાં મહિલા સરપંચના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ગોંડલ તાલુકામાં મેતા ખંભાળિયામાં 1 તેમજ બપોર બાદ 5 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આરોગ્ય ટિમ દ્વારા પોઝિટિવ દર્દીને વધુ સારવાર માટે રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details