રાજકોટ: અગાઉ ચોમાસાની શરૂઆતમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોને આ વર્ષે મબલખ પાક થવાની આશા હતી. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. એવામાં જો આગામી દિવસોમાં વરસાદ નહિ થાય તો ખેડૂતોને પાકમાં નુકશાની જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વરસાદ બાદ જે ચેકડેમ અને તળાવો ભરેલા હતા તે પણ વરસાદ ન આવવાના 50 ટકાથી વધુ ખાલી થઈ ગયા છે.
ક્યાં કેટલું પાકનું વાવેતર કરવામાં આવ્યું ?
- રાજકોટ જિલ્લામાં વાવેલા પાકની વાત કરવામાં આવેલો ખેડતી વાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લાના 1 લાખ 62 હજાર 917 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
- જેમાં ધોરાજી તાલુકામાં 19060, ગોંડલમાં 24992, જામકંડોરણામાં 11346, જસદણમાં 13489, જેતપુરમાં 21420, કોટડાસાંગાણીમાં 623, લોધિકામાં 2810, પડધરીમાં 13210, રાજકોટ તાલુકામાં 1334, ઉપલેટામાં 34670અને વિંછીયામાં 1963હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
- હાલ સુધી થયેલા વાવેતરમાં સૌથી વધુ 82253હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે, ત્યારબાદ 73524હેક્ટરમાં મગફળી, 2339હેકટરમાં શાકભાજી, 1424હેકટરમાં સોયાબીન, 91હેકટરમાં મગ, 71હેકટરમાં અડદ, 11હેકટરમાં તુવેર તેમજ 8 હેકટરમાં મકાઈ તથા 2196હેકટરમાં ઘાસચારાનું વાવેતર પણકરવામાં આવ્યું છે.
'ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રનો તેમાં સિંહફાળો છે. જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. જેના કારણે આ વિસ્તારમાં જે પણ વરસાદ પડે છે તેનો 80 ટકા પાણી દરિયામાં વહી જાય છે. પરંતુ રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જેના કારણે પાક પણ સારો થયો છે પરંતુ છેલ્લા એકાદ મહિના કરતાં વધુ સમયથી વરસાદ ન થવાના કારણે પિયતના પાણી માટે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. - દિલીપ સાખિયા, ખેડૂત આગેવાન, રાજકોટ