- શંકરસિંહ વાઘેલા : હું બિનશરતી કોંગ્રેસમાં જોડાઇ જઈશ
- શંકરસિંહના આ પ્રકારના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો
- શંકરસિંહ કોંગ્રેસમાં આવશે તો જૂથવાદ ઉભો થશે : ડૉ. હેમાંગ વસાવડા
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઇ છે. ત્યારે હાલ કાર્યકર્તાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન તેમજ કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ એવું નિવેદન આપ્યું છે કે, જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મને કોંગ્રેસ પક્ષમાં જોડવાનું કહેશે, તો હું બિનશરતી કોંગ્રેસમાં જોડાઇ જઈશ. શંકરસિંહના આ પ્રકારના નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ શંકરસિંહના કોંગ્રેસમાં આવવા પર નારાજગી દર્શાવી હોય એવું નિવેદન કર્યું છે. જેમાં તેમને જણાવ્યું છે કે, શંકરસિંહ કોંગ્રેસમાં આવશે, તો કોંગ્રેસમાં જૂથવાદ વધશે.