રાજકોટઃ રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં જાહેરમાં બે હોમગાર્ડના જવાનો દ્વારા એક યુવક પર છરી વડે હૂમલો કરવામાં આવ્યો છે. કાળુભાઈ બોરીચા અને સાગર ગળચર અને તેના ભાઈ મૌલિક સહિતના ત્રણ જેટલા ઈસમો દ્વારા યુવાન પર જાહેરમાં છરી મારફતે હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં હોમગાર્ડનો ત્રાસ, યુવક પર કર્યો હુમલો
રાજકોટમાં હોમગાર્ડના જવાનોનો ત્રાસ દિવસેને દિવસ વઘી રહ્યો છે. ભગવતી પરામાં એક યુવક પર બે હોમગાર્ડના જવાને છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટમાં મારામારી
અગાઉના ઝઘડાનો ખાર રાખીને આ હુમલો ભગવતીપરાના કાળુભાઈ રામસુરભાઈ માટળા પર કરવામાં આવ્યો હતો. જો કે, હુમલામાં કાળુભાઈ વધારે ઈજા પહોંચતા તેમની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ હોમગાર્ડના જવાનોને ત્રાસને કારણે ભગવતી પરા વિસ્તારવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામા આવી રહી છે. આ બંને હોમગાર્ડ જવાનો રાજકોટ B ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.