રાજકોટઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મુંજકા ગામમાં જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધુ ન વકરે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા હવેથી રાજકોટ જિલ્લાના કોઇ પણ ગામમાં જે વ્યક્તિ હોમ કોરેન્ટાઈન હશે તેમના વાહનોની ચાવી જેતે પંચાયતને જમા કરવાની રહેશે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિની વાહનોની ચાવી જમા થશે - કોરોના વાઇરસ
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા 11 સુધી પહોંચી ગઇ છે. જેમાં એક કેસ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મુંજકા ગામમાં જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધુ ન વકરે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા હવેથી રાજકોટ જિલ્લાના કોઇ પણ ગામમાં જે વ્યક્તિ હોમ કોરેન્ટાઈન હશે તેમના વાહનોની ચાવી જાતે પંચાયતમાં જમા કરવાની રહેશે.
હોમ કોરેન્ટાઈન વ્યક્તિની વાહનોની ચાવી જમા થશે
તેમજ જ્યારે પણ હોમ કોરેન્ટાઈનનો સમય પૂર્ણ થશે ત્યારે આ વાહનની ચાવી પરત આપવામાં આવશે. આ સિવાય હોમ કોરેન્ટાઈન વાળા લોકોને ઘરેથી ભાગવામાં મદદ કરનાર ઈસમ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજકોટ જિલ્લામાંથી એક હોમ કોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિ નાસી છૂટ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.