હાલ સમગ્ર દેશમાં CAA અને NRCનો કેટલાંક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને રાજકોટની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે નાગરિકતા બિલ અંગે કેટલાક લોકો જૂઠાણાઓ ફેલાવીને બંધનું એલાન આવ્યું છે. તેને ગુજરાતની પ્રજાએ જાકારો આપ્યો છે.
ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ - Home Minister
રાજકોટ : રાજ્યમાં CAA ના વિરોધ વચ્ચે રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે તેને લઇને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરી છે.
ગૃહપ્રધાનની રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ
રાજ્યમાં એકથી બે જગ્યાએ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ, હાલ સમગ્ર રાજ્યમાં સ્થિતિ શાંત છે. તેમજ ઘણા લોકો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રાજ્યમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.