ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, ગોંડલના કોલીથડ હાઈસ્કૂલની છત ધરાશાયી - ભૂકંપના આંચકા

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી, ત્યારે ગોંડલનાં કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા

By

Published : Jul 16, 2020, 12:25 PM IST

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાયા હતા, ત્યારે ગોંડલનાં કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી, પરંતુ દાળીયામાં ભૂકંપના કારણે મકાનની દિવાલોમાં તીરોડો પડી ગઈ હતી.

કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી

લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગોંડલમાં ભૂકંપનો તીવ્ર આંચકો ગુરૂવારના રોજ સવારે 7:40 કલાકે અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી ગયાં હતા. સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં મેદાનમાં તથા અન્ય સ્થળે વોકિંગ કરી રહેલા લોકોએ પણ તીવ્ર આંચકો અનુભવ્યો હતો. સંગ્રામસિંહજી હાઇસ્કૂલનો ટાવર પણ ધ્રુજી ઉઠ્યાંનું ચાલી રહેલા કરી રહેલા લોકોએ જણાવ્યું હતું.

કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી

ABOUT THE AUTHOR

...view details