રાજકોટ પંથકમાં આજે બપોર બાદ મેઘરાજાએ આટકોટ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, કોટડા અને સાંગાણી પંથકમાં વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના બંધિયા, ઘોઘાવદર, રામોદ, શ્રીનાથગઢ, બંધિયા, દેરડી, કોટડા સાંગાણીના સતાપર, બગદડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતુ.
રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ - rajkot
રાજકોટઃ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક નદિઓમાં ઘોડાપૂર આવ્યા છે.
gs
જ્યારે ગોંડલાના દેરડીમાં અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ગોંડલની ઘોઘાવરદર નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી નજરે ચઢી હતી. આટકોટ પંથકમાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં નાના ચેકડેમ છલકાઈ ગયા હતા. જેના દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ધોરાજીમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો.