ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ સહિત ગોંડલ પંથકમાં ધોરમાર વરસાદ, કોઝવે પર પાણી ફરી વળ્યા

રાજકોટ: જિલ્લાના ગોંડલ, જસદણ અને આટકોટ પંથકમાં સતત બીજા દિવસે 2થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ખોખડદડ અને લાપાસરી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પંથકમાં ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો તેમજ ગોંડલ પંથકના કોલીથડમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

rain Gondal

By

Published : Jul 22, 2019, 10:35 PM IST

ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલથી દેરડી(કુંભાજી), અમરેલી,બગસરા જવાના કોઝવે માર્ગ પર પાણી ફરી વળતા કોઝવે બંધ થયો હતો. જસદણ અને આટકોટ પંથકમાં પણ ધોધમાર વરસાદથી નદી-નાળામાં પૂર આવ્યા હતા. જ્યારે ગોંડલ પંથકમાં ખેતરો પાણી ભરાયા હતા અને નાના ચેકડેમો છલકાયા હતા.

રાજકોટ સહિત ગોંડલ પંથકમાં ભારે વરસાદ

ગોંડલના મેતા ખંભાળિયા, કેશવાળા, સાજડિયાળી, કમઢીયા, ખીલોરી, હડમતાળા, ઉમવાળા, મોવિયા ,શ્રીનાથગઢ ,શિવરાજગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details