ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડમાં જ બબાલ, કોંગ્રેસનું વોક આઉટ - Health issues

રાજકોટમાં મહાનગરપાલિકાની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. ત્યારે બુધવારે એટલે કે આજે પ્રથમ વખત જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ વોક આઉટ કર્યું અને કહ્યું કે, "બોર્ડમાં આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી અને અમને બોર્ડમાં બોલવાનો વારો આવતો નહોતો.

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે ચર્ચા નહિ થયા કોંગ્રેસનું વોક આઉટ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે ચર્ચા નહિ થયા કોંગ્રેસનું વોક આઉટ

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 3:43 PM IST

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે ચર્ચા નહિ થયા કોંગ્રેસનું વોક આઉટ

રાજકોટ: રાજકોટમાં મહાનગરપાલિકાની નવી ટીમ આવ્યા બાદ આજે પ્રથમ વખત જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જ્યારે આ બેઠકમાં ભાજપ સહિત કોંગ્રેસના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. એવામાં રાજકોટના અલગ અલગ પ્રશ્નો મામલે ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ કોંગ્રેસે માંગણી કરી હતી કે હાલ ચોમાસુ શરૂ છે. એવામાં શહેરના વિવિધ વિસ્તારમાં રોગચાળો વકર્યો છે.પરંતુ જનરલ બોર્ડમાં આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં નહીં આવતા કોંગ્રેસના કોર્પોરેટરએ જનરલ બોર્ડ માંથી વોક આઉટ કર્યું હતું.

કોઈપણ ચર્ચા કરવામાં આવતી નથી:આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા જનરલ બોર્ડ માંથી વોક આઉટ કરવાનું એકમાત્ર કારણ એ છે કે હાલમાં રાજકોટમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા, ઉલ્ટી, શરદી, ઉધરસ સહિતના પાણીજન્ય કેસોમાં વધારો થયો છે. જેને લઇને અમે નવા મેયરને આ મામલે રજૂઆત કરી હતી કે આપણે જનરલ બોર્ડમાં આરોગ્ય મામલે ચર્ચા કરવી જોઈએ. જ્યારે જનરલ બોર્ડમાં આરોગ્ય મુદ્દે કોઈ પણ ચર્ચા કરવામાં આવી નહોતી. એકને એક ચર્ચા વારંવાર એક એક કલાક સુધી કરવામાં આવી રહી હતી. આ પ્રકારની ચર્ચા કરવાના કારણે બીજા સભ્યોનો બોર્ડમાં બોલવાનો વારો આવતો નહોતો. જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડમાંથી વોક આઉટ કરવામાં આવ્યો હતો.

નિયમ મુજબ પ્રશ્ન પૂછવાનો સમય મળે છે:આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "જ્યારે કોઈપણ જનરલ બોર્ડ હોય છે. ત્યારે નિયમના આધારે જનરલ બોર્ડમાં જે પણ સભ્યને પ્રશ્ન પૂછવા હોય તેમને અગાઉ પત્ર લખવાનો હોય છે. તેમજ મહાનગરપાલિકાની સેકટરી બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને ફોન કરીને જાણ પણ કરવામાં આવતી હોય છે કે આ તારીખે જનરલ બોર્ડ યોજાનાર છે. ત્યારે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો. એવામાં કોંગ્રેસ આ પ્રક્રિયા કરતી નથી. જ્યારે જનરલ બોર્ડ હોય ત્યારે ભાજપના સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ મનપા કમિશનર આપી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા વચ્ચે પ્રશ્નો પૂછવામાં આવતા જે યોગ્ય નથી. હાલ મહાનગરપાલિકામાં કોંગ્રેસના માત્ર બે જ સભ્યો છે. તેમાંથી પણ એક જ મહિલા સભ્ય આજે ઉપસ્થિત રહ્યા હતા.

  1. Standing Committee Meeting : રાજકોટ મનપામાં નવી બોડીની રચના બાદ પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઇ, 5 દરખાસ્ત પેન્ડિંગ
  2. Rajkot International Airport: રાજકોટ એરપોર્ટ ઉપર પાયાની સુવિધાઓના અભાવને લઈને સાંસદ રામ મોકરીયાનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details