શહેરમાં બધું કાર્યરત છે. લોકો શહેરમાં બહાર જઈ આવી શકે છે, ઈઝરાયલઃ છેલ્લા 81 દિવસથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ભીષણ બોમ્બમારો પણ કરવામાં આવી રહ્યો છે. બંને દેશને કરોડો અબજોનું જાનમાલનું નુકસાન થયું છે. વૈશ્વિક દિગ્ગજો આ યુદ્ધ બંધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ઈઝરાયલમાં અનેક ભારતીયો કામ પણ કરી રહ્યા છે. આ સંજોગોમાં ઈઝરાયલમાં રહેતા અને મૂળ રાજકોટના સોનલ ગેડીયા ત્યાંની તાજી પરિસ્થિતિ, જનજીવન પર યુદ્ધની અસર જેવા પાસા પર માહિતી પૂરી પાડી રહ્યા છે.
યુદ્ધનું મૂળ કારણઃ વિશ્વમાં યહૂદીઓ ધર્મના લોકો સામે આરબોમાં પહેલેથી જ રોષ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે યહૂદીઓ માટે નવા દેશની માંગ થઈ ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી બ્રિટનને મળી હતી. વર્ષ 1947માં યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનમાં યહૂદીઓ અને આરબો માટે અલગ દેશ બનાવવા પર મતદાન કર્યું. યુએનએ પણ સ્પષ્ટ કર્યું હતું કે જેરુસલેમ આંતરરાષ્ટ્રીય શહેર જ રહેશે. યહૂદીઓ તેનાથી ખુશ હતા, પરંતુ આ નિર્ણયને લઈને આરબોમાં ઘણો ગુસ્સો હતો. તેથી આ દરખાસ્તનો ક્યારેય અમલ થયો ન હતો. આવામાં બ્રિટને 1948માં પેલેસ્ટાઈન છોડી દીધું હતું ત્યારબાદ યહૂદી નેતાઓએ 14 મે, 1948ના રોજ ઈઝરાયેલની સ્થાપના કરી. ઈઝરાયલના નિર્માણ બાદ પેલેસ્ટાઇન તરફથી ઈજિપ્ત, જોર્ડન, સીરિયા અને ઈરાકે આ વિસ્તાર પર હુમલો કર્યો. આ યુદ્ધ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના પ્રથમ સંઘર્ષ તરીકે ઓળખાય છે.
હાલમાં યુદ્ધની અસર શહેરમાં જોવા મળી રહી નથી જનજીવન સામાન્યઃ અનેક વાર હમાસ અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ થતો આવ્યો છે. આ વખતે હમાસ દ્વારા ઈઝરાયલ પર પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈઝરાયલ દ્વારા વળતો જવાબ આપવાના આવ્યો હતો. આ યુદ્ધ છેલ્લા 81 દિવસથી ચાલી રહ્યું છે. બંને દેશોના યુદ્ધની શરૂઆતમાં ઈઝરાયલના કેટલાક શહેરોમાં મિસાઈલ એટેક થયા હતા. જેના કારણે ઈઝરાયલ સરકાર દ્વારા નાગરિકોને ઘરમાંજ રહેવાની સૂચના આપવામાં આવી હતી. જો કે છેલ્લા 1 મહિનાથી શહેરી વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ નોર્મલ છે. હાલ યુધ્ધ શરૂ છે પરંતુ બોર્ડર પર તેની અસર જોવા મળે છે. શહેરમાં બધું કાર્યરત છે. લોકો શહેરમાં બહાર જઈ આવી શકે છે, તેમજ પોતાના કામના સ્થળે પણ જઈ શકે છે. હાલમાં યુદ્ધની અસર શહેરમાં જોવા મળી રહી નથી. યુદ્ધ પર ક્રિસમસની અસર થઈ છે. હમાસ તરફથી હાલ ઈઝરાયલના શહેરોમાં કોઈ બોમ્બમારો કરવામાં આવી રહ્યો નથી.
છેલ્લા 1 મહિનાથી શહેરી વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ નોર્મલ છે. હાલ યુધ્ધ શરૂ છે પરંતુ બોર્ડર પર તેની અસર જોવા મળે છે. શહેરમાં બધું કાર્યરત છે. લોકો શહેરમાં બહાર જઈ આવી શકે છે, તેમજ પોતાના કામના સ્થળે પણ જઈ શકે છે. હાલમાં યુદ્ધની અસર શહેરમાં જોવા મળી રહી નથી...સોનલ ગેડીયા(હાલ ઈઝરાયલ નિવાસી, મૂળ રાજકોટના)
- Israel-Palestine War : ઇઝરાયલમાં રહેતા પોરબંદરના રમાબેને શેર કર્યો યુદ્ધ વચ્ચે વીડિયો
- Israel Hamas war : ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કર્યું