ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં ભાજપે આયાતીને ટિકીટ આપી છે જે અહીંના મુદ્દાઓને જાણતા પણ નથીઃ વસોયા - Dhoraji Upleta Assembly Constituency

રાજકોટની ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પરથી (Dhoraji Upleta Assembly Constituency) પરથી કૉંગ્રેસે આ વખતે લલિત વસોયાને ફરી (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) એક વાર ટિકીટ આપી છે. ત્યારે આ વખતે તેમણે રાજકોટમાંથી ફરી જીત મેળવવાનો દાવો કર્યો હતો. ETV Bharat સાથે કૉંગ્રેસના ઉમેદવારે વિશેષ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે શું કહ્યું આવો જાણીએ.

ધોરાજીમાં ભાજપે આયાતીને ટિકીટ આપી છે જે અહીંના મુદ્દાઓને જાણતા પણ નથીઃ વસોયા
ધોરાજીમાં ભાજપે આયાતીને ટિકીટ આપી છે જે અહીંના મુદ્દાઓને જાણતા પણ નથીઃ વસોયા

By

Published : Nov 25, 2022, 12:30 PM IST

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં હવે રાજકરણ ગરમાયું છે. તેવામાં આજે વાત કરીશું રાજકોટની ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકની. અહીંથી કૉંગ્રેસે લલિત વસોયાને (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) ફરી એક વાર ટિકીટ આપી છે. ત્યારે ETV Bharatની ટીમે કૉંગ્રેસના આ ઉમેદવાર સાથે ખાસ વાતચીત કરી હતી. આ વખતની ચૂટણીમાં લલિત વસોયાની કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તેને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

કુલ 8 બેઠકઆપને જણાવી દઈએ કે, જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકો આવેલી છે, જેમાં શહેરની 4 અને જિલ્લાની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લાની સૌથી વધુ ચર્ચિત રહેલી ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક (Dhoraji Upleta Assembly Constituency) કે, જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકામાં 82 જેટલા ગામોનો સમાવેશ થાય છે. હાલ અહીં છેલ્લી યાદી મુજબ કુલ 2,68,475 મતદારો છે. ત્યારે જેતપુર વિધાનસભા માટે કૉંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે લલિત વસોયાને (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) ફરી રિપીટ કરવામાં આવ્યા છે.

લલિત વસોયાના સટિક જવાબો

પ્રશ્નપાર્ટી દ્વારા ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે પાર્ટી અને મતદારોનો કેવો મિજાજ છે?

જવાબપાર્ટીએ ફરીથી મારા પર વિશ્વાસ મૂક્યો છેસ જેમાં પાર્ટીમાં ચૂંટાયા પછી 5 વર્ષ પાર્ટી સાથે વફાદારીથી કામ કર્યું છે. ફક્ત ધોરાજી ઉપલેટા જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોના મુદ્દે, ગરીબોના મુદ્દે, બેરોજગારોના મુદ્દે અમે પાર્ટી વતી લડ્યા છીએ. આ વખતની ચૂંટણી ફરીથી આ વિધાનસભાની બેઠક (Dhoraji Upleta Assembly Constituency) ઉપર અમે ચૂંટણી જીતવાના છીએ એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. કૉંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો છે. તેમાં માં ગરીબો માટે, ખેડૂતો માટે, બેરોજગાર યુવાનો માટે, મહિલાઓ માટે અનેક યોજનાઓના, વચનો કૉંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યા છે. તેમનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આમાં ખાસ કરીને 5 વર્ષ દરમિયાન અમારા કાર્યક્રમ દરમિયાન વિરોધ પક્ષના નેતા તરીકે મેં ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર મેં સરકારમાંથી જે કામો મંજૂર કરાવ્યા છે. એ વાત હું પ્રજા સુધી લઈ જઈશ અને આ બાબતમાં પ્રજાનો પૂરતો સાથ અને સહકાર મળે છે ત્યારે મને 100 ટકા વિશ્વાસ છે કે વર્ષ 2017 કરતાં આ વર્ષે ગત ટર્મ કરતાં પણ વધારે લીડ આપશે તેઓ ભરોસો છે.

પ્રશ્નવર્ષ 2017ની અંદર પાટીદાર ફેક્ટર હતું. ત્યારે આ વખતની વિધાનસભાની અંદર આવું કોઈ ફેક્ટર નથી ત્યારે આ વખતની ચૂંટણીમાં મતદારોનો કેવો મિજાજ છે?

જવાબધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની (Dhoraji Upleta Assembly Constituency) અંદર મોટા ભાગના ખેડૂતો છે, જેમાં ખેડૂતોની અનેક સમસ્યાઓ હોય છે. ત્યારે રાજ્ય સરકારે આખા દેશના તમામ રાજ્યોમાં પાક વીમા યોજના ચાલુ છે. ત્યારે ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે, જેમાં વીમા કંપની નુકસાન કરે છે અને વીમા કંપની અને સરકારની સાંઠગાંઠથી ગુજરાતના ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી વીમાથી વંચિત રાખવામાં આવ્યા છે. સાથે જ ટેકાના ભાવે ખરીદી હોય, જેમાં 28 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થાય છે. ત્યારે સામે 5 લાખ મેટ્રેકટરની જ ખરીદી કરવામાં આવે છે. આ સાથે પાક ધિરાણમાં પણ ઝીરો ટકા વ્યાજની સરકારે જાહેરાત કરી છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી જે વ્યાજ છે. તે 2 ટકા બેંકોની અંદર અને સહકારી મંડળીઓની અંદર જમા કરાવવાનું હોય છે તે જમા નથી કરાવ્યું અને ખેત ઉત્પાદન માટેની જરૂરી ચીજવસ્તુઓના ભાવ બામણાથી પણ વધારે થઈ ચૂક્યા છે જેમાં 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાને બદલે ઉત્પાદન ખર્ચ ડબલ થયો છે.

ત્યારે આવા અનેક મુદ્દાઓને લઈને અમે લોકો સમક્ષ પ્રચાર માટે નીકળી રહ્યા છીએ. વાત રહી પાટીદાર અનામત આંદોલનની ત્યારે તે વખતે આ બેઠક (Dhoraji Upleta Assembly Constituency) ઉપર જીત્યા ત્યારે તમામ મતદારોમાંથી ખાલી 72,000 જેવા મતદાર જ પાટીદાર સમાજના હતા અને બાકીના આ વિસ્તારના અન્ય સમાજના લોકોની વસ્તી બહુ મોટા પ્રમાણમાં છે, જેને 2017ની અંદર સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને મને સહકાર આપી અને મને જંગી લીડથી જીતાડ્યો હતો અને તે વખતે પણ બહારથી ઉમેદવાર આવ્યો હતો. તેમ જ લીલા તોરણે પાછા ગયો હતો. ત્યારે ફરી એક વખત ભાજપે પુનરાવર્તન કરીને આયાતી ઉમેદવાર લાવીને લોકો સમક્ષ રાખી દેતા ફરી એક વખત ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકો આ ઉમેદવારને ઓળખતા નથી અને મત કઈ રીતે આપશે તેવી સ્થાનિક લોકોમાં આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે.

પ્રશ્નભાજપમાંથી આયાતી ઉમેદવાર છે. કૉંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર છે ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં આયાતી ઉમેદવારને પસંદ ન કરી સ્થાનિક ઉમેદવારને પસંદ કરવાની વાત બાબતે અગાઉ આ બાબતે બેનરો લાગ્યા હતા. આ બાબત ખરેખર શું કહેવા માગે છે?

જવાબલોકો સ્થાનિક ઉમેદવારને એટલા માટે પસંદ કરતા હોય છે. કારણ કે, ઉમેદવારને તેઓ વ્યક્તિગત રીતે ઓળખતા હોય છે. આ સાથે જ મતદારોને જ્યારે પણ કામ પડે છે. ત્યારે સ્થાનિક ઉમેદવાર તેમને મળી શકે છે. જેમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં (Dhoraji Upleta Assembly Constituency) રહેલા લોકોને ભૂતકાળનો બહુ ખરાબ અનુભવ છે. તેને લઈને રાજકોટના ચૂંટાયેલા ઉમેદવાર રાજકોટ ચાલ્યા જાય છે. ત્યારે લોકોની સમસ્યાઓ માત્ર સમસ્યાઓ રહી જાય છે અને લોકો આ સમસ્યા માટે થાકી પણ જાય છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને પસંદ કરવા માટેની આ વખતની વાતને લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

પ્રશ્નઆપ વિપક્ષના નેતા છો છતાં પણ આપની વિધાનસભા એટલે કે ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર અનેક ગ્રાન્ટો લાવ્યા છે અને અનેક કામો કર્યા છે, જેમાં ભૂતકાળના ધારાસભ્યોએ આટલી ગ્રાન્ટો નથી ફાળવી જેટલી આપે ફાળવી છે. છતાં પણ ઘણી જગ્યાઓ પર આપનો વિરોધ શા માટે થઈ રહ્યો છે?

જવાબદરેક લોકોને હું કદાચ ગુજરાતનો મુખ્યપ્રધાન હોય તો પણ સંતોષ ન આપી શકું. જેમાં કોઈને કોઈ વિઘ્ન સંતોષી લોકો અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના લોકો રાજકીય રીતે મારો વિરોધ કરતા હોય એ સ્વાભાવિક વાત છે અને એમને વિરોધ કરવો જોઈએ તે પણ જરૂર છે. કારણ કે, વિરોધ કેટલો વધુ થાય તેટલો હું મક્કમતાથી લોકો વચ્ચે જઈ શકું છું અને મેં કરેલા કામો અને મેં કરેલા કાર્યો ધોરાજી ઉપલેટા વિસ્તારની (Dhoraji Upleta Assembly Constituency) અને સૌરાષ્ટ્રની જનતા માટે બતાવી શકું છું. કારણ કે, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો અને ખાસ કરીને મિનિસ્ટરો પણ હતા તેવા પોતાના વિસ્તારની અંદર ન કામ કરી શક્યા તેવું કામ કરી બતાવ્યું છે જેમાં ઉપલેટામાં સૌથી સારામાં સારી 100 બેડની હોસ્પિટલ લાવ્યો છું અને પાણી પૂરવઠા માટેનો પાયલટ પ્રોજેક્ટ પણ મેં મંજૂર કરાવ્યા છે અને મારા વિસ્તારની અંદર કામો કર્યા છે.

પ્રશ્નભાજપ તરફથી આયાતી ઉમેદવાર લેવાનું કારણ એવું ચર્ચા રહ્યું છે કે, ફરી વખત લલિત વસોયા પક્ષપલટો કરે તેવી ચર્ચા ચાલી રહી છે આ બાબતે લલિત વસોયા શું કહે છે?

જવાબછેલ્લા 4 મહિનાથી સતત મીડિયાના મિત્રો પણ બતાવે છે કે, લલિત વસોયા (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) ભાજપ તરફ જઈ રહ્યો છે અને લલિત વસોયાનો ભાજપ પ્રેમ સહિતની અનેક બાબતો જોવા મળતી હતી, પરંતુ મારા વિસ્તારની અંદર જ્યારે પણ કોઈ સામાજિક કાર્ય કરતો હોય ત્યારે સૌ કોઈ લોકો એક મંચ પર અમને બોલાવતા હોય છે. ત્યારે મારા વિસ્તારની અંદર ઘણા કાર્યક્રમની અંદર આ બાબતો શા માટે ચલાવતા હતા તે મને ખ્યાલ નથી. ત્યારે દરેક વખતે મેં આ બાબતે મીડિયા સમક્ષ આવી અને મારા ખુલાસાઓ રજૂ કર્યા છે, જેમાં હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી ત્યારે ભાજપના ઉમેદવારો એવું કહે છે કે, આમને મત આપશો એટલે કે લલિત વસોયાને મત આપશો તો ભાજપમાંથી ફરી આવશે અને ફરી પક્ષ પલટો કરશે ત્યારે હું ફરી એક વખત જણાવું છું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહી તને ભારતીય જનતા પાર્ટી સામે લડવાનો છું.

પ્રશ્નધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોની સમસ્યાઓ અને એમની માગણીઓ શું છે. કારણ કે, તમે પણ અનેક વખત વિધાનસભાની અંદર રજૂઆતો કરી છે ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ અને માગણી શું છે?

જવાબઆ વિસ્તારની મુખ્ય સમસ્યા વર્ષ 1982થી જેતપુરનું કેમિકલયુક્ત પાણી ભાદરની અંદર આવતું ત્યારે આ બાબતે મેં લડાઈ કરી હતી, જેમાં તેમના ફળ સ્વરૂપે એ પ્રશ્નનો ઉકેલ પણ આવ્યો છે, જેમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે જેતપુરથી કેમિકલયુક્ત પાણી સીધું દરિયાની અંદર છોડવામાં આવે તેવી યોજના આયોજન કરવામાં આવ્યું છે. આમાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે આ યોજનાનું કામ ચાલુ પણ થઈ ગયું છે અને આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ પણ આવી ચૂક્યા છેય જ્યારે કોઈ એકલદોકલ ઉદ્યોગપતિઓ આ કેમિકલયુક્ત પાણી છોડતા હતા. તેમનું પણ આંદોલન અંગેની ચીમકી આપી છે જ્યારે એશિયાનું સૌથી મોટું કેમિકલ યુક્ત પાણી કલેક્શન કરવાનું જેતપુરમાં બની રહ્યું છે. આ વિસ્તારની સમસ્યાનું ઉકેલ આવ્યું છે. આ સાથે જ ખેડૂતો માટે સિંચાઈ માટેના ભાદર, મોજ, વેણુ અને ફોફળ ડેમનું પાણી ધોરાજી ઉપલેટા વિસ્તારમાં (Dhoraji Upleta Assembly Constituency) આવે છે અને ખેડૂતોને આ વિસ્તાર માટે સિંચાઈનું પાણી મળે છે. આ સાથે જ ઘણી કેનાલો પણ જર્જરી છે તે રીપેર કરવા માટેની પણ આયોજન ચાલી રહ્યું છે અને આવતા દિવસોની અંદર તેમનું પણ સમસ્યાનું સમાધાન આવી જશે.

પ્રશ્નલલિત વસોયા ફરી એક વખત રીપીટ થયા છે ત્યારે લોકો કોંગ્રેસને પસંદ કરી રહ્યા છે કે લલિત વસોયાના ચહેરાને પસંદ કરી રહ્યા છે?

જવાબલલિત વસોયા એટલે કૉંગ્રેસ અને કૉંગ્રેસ એટલે લલિત વસોયા (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) બંને એકબીજાના પર્યાય છીએ. મેં કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે જે કામો કર્યા છે. તે કામોના આધારે ઉપર લોકો પાસે મત માગવા જાઉં છું. કારણ કે, કૉંગ્રેસ પાર્ટીના કમિટેડ મત મારા વિસ્તારની અંદર છે અને મારા ચાહકોના મતદારો પણ મોટી સંખ્યામાં આ વિસ્તારની સંખ્યા છે. કારણ કે, કૉંગ્રેસ એટલે લલિત વસોયા અને લલિત વસોયા એટલે કૉંગ્રેસ.

પ્રશ્નલડાયક નેતા છો અને વિધાનસભાની અંદર આ વિસ્તારના પ્રશ્નો ઉઠાવો છો ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર લલિત વસોયા લડાયક નેતા તરીકે જાણીતા છે ત્યારે આ બાબતે શું કહેશો?

જવાબમતદારોને માયકાંગલા નેતા કરતા એમનો પ્રશ્ન ઉઠાવે અને એમના પ્રશ્નને લડાઈ કરે એવો નેતા પસંદ હોય છે ત્યારે મોટાભાગના ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકો અને ખાસ કરીને યુવાનો મારી સાથે છે ત્યારે અમે ધોરાજી અને ઉપલેટાની (Dhoraji Upleta Assembly Constituency) અંદર ખેડૂતો અને બેરોજગારો માટે આંદોલનને કરેલ છે જેમાં આખા વિસ્તારના યુવાનો આગેવાનો કાર્યકર્તાઓ મારી સાથે ખભે ખભો મિલાવી અને મારી સાથે સમર્થનમાં રહ્યા છે.

પ્રશ્ન વર્ષ 2017ની અંદર 25,000 કરતાં પણ વધારે લિટી જીત્યા હતા ત્યારે આ વખતે કેટલી લીડ મળે લલિત વસોયાને?

જવાબઆ વખતે ભારતીય જનતા પાર્ટીએ એકલાહાથે મને પહોંચી શકાય એમ નથી. એટલા માટે એમની બી ટીમ એટલે કે, આમ આદમી પાર્ટીને લાવ્યા છે, પરંતુ આ ભાજપ, આમ આદમી પાર્ટીને તેમના પૈસે અને એમની પસંદગીના ઉમેદવાર લઈને આવ્યા છે અને ભાર એટલા માટે કરશે. કારણ કે, આમ આદમી પાર્ટી કૉંગ્રેસના અને ખાસ કરીને મારા એટલે કે લલિત વસોયાના (Congress Candidate Lalit Vasoya for Dhoraji Upleta) મત તોડે છે, જેના કારણે હું જેટલા મતે જીતો તો તેના કરતાં પણ આ વખતે વધારે મતથી જીતીશ.

ABOUT THE AUTHOR

...view details