રાજકોટ: ધોરાજી શહેરના વોર્ડ નંબર 5માં આવેલી રંગારી મહોલ્લા વિસ્તારની (Congress protest in Dhoraji) અંદર સ્થાનિકો દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ વિરોધી લગાડ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીંયા રોડ રસ્તાઓની સમસ્યાઓ અંગે તેમના દ્વારા તંત્રને તેમજ સ્થાનિક આગેવાનોને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ પણ જાતનો નિવેડો નહીં આવતા કોંગ્રેસ વિરોધી બેનર લાગ્યા છે. મતદાન નહીં કરવાને લઈને પણ વાત કરી હતી. (Dhoraji Rangari Mohalla)
કોંગ્રેસ વિરોધી બેનરો ધોરાજી ઉપલેટા વિધાનસભામાં ગત 2017ની ટર્મની અંદર કોંગ્રેસના લલિત વસોયાએ (Assembly seat in Dharaji) અહીંયા વિધાનસભા પરથી જંગી લીડ મેળવી જીત મેળવી હતી, ત્યારે કોંગ્રેસના લલિત વસોયાના જ શહેરની અંદર કોંગ્રેસ વિરોધી બેનરો લાગતા રાજકીય ગરમા ગરમી શરૂ થઈ છે. સાથે જ ભાજપને આ વિસ્તારની અંદર પ્રચાર કરવા માટેનો આસાન રસ્તો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. (Dhoraji Ward 5 Congress protest banners)