ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ કલેક્ટર કચેરી બહાર વાલીઓના ફી વધારા મુદ્દે ધરણાં - student

રાજકોટ: શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વાલીઓ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ધરણાઓ કરીને તથા રૅલીઓ યોજીને આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.

રાજકોટમાં વાલીઓએ ફી મુદ્દે કલેક્ટર કચેરી બહાર યોજ્યા ધરણાં

By

Published : Jun 24, 2019, 6:29 PM IST

ધરણા કાર્યક્રમમાં વાલીઓની મુખ્ય માંગ છે કે, સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા ધારા ધોરણ મુજબની ફી હજુ સુધી કેટલીક ખાનગી શાળાઓમાં લેવાતી નથી. તેમજ પોતાની જ મનમાની ચલાવાઇ રહી છે. જેને લઇને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

રાજકોટ કલેક્ટર કચેરી બહાર વાલીઓના ફી વધારા મુદ્દે ધરણાં

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં શાળા-કૉલેજોનું નવું સત્ર શરૂ થયું છે. ત્યારે ફરી વાલીઓ અને ખાનગી શાળા વચ્ચે ફી મુદ્દે વિવાદ વકર્યો છે. રાજકોટમાં સોમવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી બહાર જાગૃત એકતા મંચના કાર્યકર્તાઓ અને વાલીઓ દ્વારા ફી મુદ્દે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કેટલીક શાળાઓમાં હજુ પણ સરકારના નીતિ નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો, મેદાનો, ક્લાસરૂમની વ્યવસ્થાઓ ન હોય છતાં તેમને મંજૂરી મળી છે. જે અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details