મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવ નહીં ઘટે રાજકોટઃ રાજકોટના જેતપુર ખાતે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશનની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી. આ બેઠકમાં મગફળી પાકના સર્વે પર ચર્ચા થઈ હતી. જેમાં મગફળીનું વાવેતર ઘટ્યું હતું પરંતુ મગફળીનું ઉત્પાદન વધ્યું હોવાનું સામે આવ્યું હતું. મગફળીનો પાક વધુ આવ્યો હોવા છતાં સીંગતેલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં તેવું સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશને જણાવ્યું હતું.
સીંગતેલમાં ભાવ ઘટાડોઃ ખેડૂતોએ તેમની વાવણી પદ્ધતિમાં સુધારો કર્યો છે. ફેન્સિંગ યોજના, નજીક છોડ વાવવા તેમજ નવા બિયારણ પણ આવ્યા છે જેના કારણે આ વર્ષે વાવેતર ઓછું થયું હોવા છતાં મગફળીનો પાક વધુ થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 15 લીટરના ડબ્બે અંદાજિત 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ભાવ ઘટાડાનું કારણ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન મગફળીના પાકના વધારાને કારણે થયો હોવાનું જણાવે છે.
મગફળીના દાણાનો વિવિધ ઉપયોગઃ મગફળીના દાણાનો અલગ અલગ 11 કરતાં વધુ વસ્તુઓ બનાવવા માટેનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા સીંગતેલ બનાવવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે પણ મગફળીના દાણાનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મગફળી જોવા મળે છે અને આ મગફળી જ્યાં સુધી ખુલ્લી બજારમાં વેચાઈ જાય ત્યાં સુધી હોય છે. ત્યારબાદ આ તમામ મગફળીઓ મોટાભાગે અલગ અલગ રાજ્યમાં અને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. તેમાંથી વિવિધ વસ્તુઓનું નિર્માણ થતું હોય છે. જેના કારણે તેના સીંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળતો હોય તેવું સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશનનું માનવું છે.
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોને લગતા અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે આ બેઠકમાં ખેડૂતો દ્વારા આ વર્ષે કયા કારણોસર વાવેતર ઘટાડવામાં આવ્યું તેના પર ચર્ચા થઈ. આગામી દિવસોમાં મગફળીનું વાવેતર કેવી રીતે વધારી શકાય તે અંગેની પણ ચર્ચાઓ થઈ હતી. ગયા વર્ષે રાજ્યમાં મગફળીનું વાવેતર 17 લાખ હેક્ટર હતું જ્યારે આ વર્ષે તેમાં ઘટાડો થઈને 16,35,000 મેટ્રિક ટન વાવેતર થયું છે...કિશોર વિરડિયા(પ્રમુખ, સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન)
- Groundnut Oil Price : ભાવનગર યાર્ડમાં મગફળીની આવક શરુ, સિંગતેલના ભાવ ઘટવા અંગે શું કહે છે વેપારી
- મગફળી સસ્તી છતાં તેલના ભાવ નહીં મળે રાહત, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભરાવો