20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી અમિત જેઠવાની હત્યા કરી નાખી હતી. આ કેસમાં હાલમાં થોડા સમય પહેલા હત્યાના તમામ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં સાક્ષી રહેલા વ્યક્તિને મોબાઈલ ફોન પર ધમકી મળતી હોવાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. ધમકી આપનારો આ શખ્સ ધ્રાંગધ્રાં તાલુકાના કોંઢ ગામનો રહેવાસી છે. જેની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે.
અમિત જેઠવા હત્યાકેસના સાક્ષીને ધમકી આપનાર શખ્સની ગોંડલ પોલીસે કરી ધરપકડ - ધ્રાંગધ્રાં
ગોંડલ: આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાના સાક્ષીઓને મોબાઈલ પર ધમકી મળી રહી હતી. આ હત્યા કેસના સાક્ષીને મોબાઈલ પર ધમકી આપનારા વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. જેને કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાતા ધમકી આપનારા શખ્સને ગોંડલ પોલીસને આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
gondal police arrest accused of threatening amit jethwa murder case witness
કોડીનારના અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ રામ હરજી સોલંકી રહે. દામલી તાલુકો કોડીનારના ગત તારીખ 11ના અમદાવાદ હાઈકોર્ટથી કોડીનાર તરફ આવી રહ્યા હતા, અને ગોંડલ આશાપુરા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે યુવરાજસિંહ કનુભાઈ ચૌહાણે મોબાઈલ ફોન પર ધમકી આપતા કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ ગોંડલ પોલીસને સોંપતા ગોંડલ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન રામાનુજે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.