ગોંડલઃ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલા અને પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયાને પત્ર લખી માગ કરી હતી કે, તારીખ 21 ઓક્ટોબર ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ થવાની છે, જે સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે બરદાન ભરતીનો નિયમ 30 કિલો રાખવામાં આવેલો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભરતી અંગે મુખ્યપ્રધનને રજૂઆત
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની ભારતીમાં ઘટડો કરવા મુખ્યપ્રધનને રજૂઆત કરવામાં આવી છે. કારણકે, ચાલુ સીઝનમાં અતિવૃષ્ટિને કારણે મગફળીની ગુણવત્તાને નુકસાન થયું છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભરતી અંગે મુખ્યપ્રધનને રજૂઆત
પરંતુ ચાલુ સીઝનમાં અતિવૃષ્ટિને કારણે મગફળીની ગુણવત્તાને નુકસાન થયું છે. જેથી 30 કિલોના નિયમમાં સુધારો કરી 25 કિલો ભરતીની મંજૂરી આપવાની જરૂરિયાત છે. તો ખેડૂતોના હિતમાં આ બાબતે નિર્ણય થવો જરૂરી છે.