ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો - રાજકોટ ક્રાઈમ
ગોંડલમાં મારુતિ સ્વીફ્ટ કારના ચોરખાનામાં છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપી લેવાયો હતો. આ સાથે દારૂ અને કાર મળી કુલ રૂ. 3,23,300 રુપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ગોંડલમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી, LCBએ એકને ઝડપી લીધો
ગોંડલઃ દેશ લોકડાઉનમાંથી બહાર નીકળી અનલોક તરફ દોડી રહ્યો છે ત્યારે ગોંડલમાં બૂટલેગરોએ પણ કમર કસી હોય તેમ રોજ નવી તરકીબો સાથે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ગોંડલ એલસીબી પોલીસે સ્વીફ્ટ કારમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.