ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી - Gondal Sessions Court

રાજકોટઃ શહેરના ધારાશાસ્ત્રી પાસેથી 14 વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા 1000ની લાંચ માગી હતી અને ACBના હાથે ઝડપાઈ ગયો હતો. જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

gondal deputy mamlatdar
ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી

By

Published : Jan 10, 2020, 3:25 AM IST

હાલ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નાથાભાઈ માલાભાઈ પરમારે 14 વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા 1000ની લાંચ માગી હતી અને ACBએ રંગેહાથ ઝડપી લીધેલા હતો જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ એમપી પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાની ધારદાર દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાનીને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા 1988ની કલમ મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details