ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનુ ઓલ ટાઈમ હાઈ, હમાસ યુદ્ધની અસર વર્તાઈ - રાજકોટ

હમાસ અને ઈઝરાયલ યુદ્ધની અનેક વિપરીત અસરો થઈ છે. જેમાંથી એક એટલે સોનાની કિંમતમાં વધારો. આ યુદ્ધને પરિણામે સોનામાં ઓલટાઈમ હાઈ પ્રાઈઝ 64,000 રુપિયા જોવા મળી છે. જો યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો સોનાની કિંમત 75,000 સુધી પહોંચી જવાનો નિષ્ણાતોનો મત છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક. Gold Price All Time High Rajkot Gold Dealers Jewellers People Marriage Season

સોનુ ઓલ ટાઈમ હાઈ
સોનુ ઓલ ટાઈમ હાઈ

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 3:37 PM IST

ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર વર્તાઈ

રાજકોટઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધની વિપરીત અસર સોનાના ભાવ પર થઈ છે. અત્યારે સોનુ ઓલ ટાઈમ હાઈ 64,000 પર પહોંચી ગયું છે. ગોલ્ડ ડીલર્સ, સોની તેમજ માર્કેટ એક્સપર્ટ જો યુદ્ધ લાંબુ ચાલશે તો સોનાના ભાવમાં હજૂ પણ વધારો જોવા મળશે તેમ કહી રહ્યા છે.

વૈશ્વિક વિપરીત અસરોઃ અગાઉ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું ત્યારે પણ સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. તે સમયે સોનાની કિંમતમાં સીધો જ 800થી 1000 રુપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને પરિણામે આ ભાવમાં 2થી 3 હજારનો વધારો જોવા મળી રહ્યો છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સોનાનો ભાવ 75,000ની આસપાસ પણ જઈ શકે છે. સોનાની કિંમતમાં વધારો થવાનું બીજું પણ મહત્વનું કારણ છે. જેમાં ડોલર સામે રુપિયો નબળો થઈ રહ્યો છે તેના પરિણામે પણ સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

થોડા સમય અગાઉ સોનાની કિંમત 58,000 થી 60,000ની વચ્ચે હતી. અત્યારે હમાસ ઈઝરાયલ યુદ્ધને લીધે સોનુ ઓલટાઈમ હાઈ 64,000 પર પહોંચી ગયું છે. લગ્નગાળો અમારા માટે ગોલ્ડન સીઝન ગણાય છે પણ ભાવ વધારાને લીધે સોનાની ખરીદીમાં 40થી 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લગ્ન માટે જરુરી એવું સોનુ લોકો ખરીદી રહ્યા છે પણ ઈન્વેસ્ટમેન્ટ કરનારા લોકો હજૂ પણ ભાવ ઓછો થાય તેની રાહ જોઈ રહ્યા છે. બજારમાં હાલ સોનાની ખરીદી પર બ્રેક વાગી છે...ભાયાભાઈ સાહોલિયા(પ્રમુખ, ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન, રાજકોટ)

  1. Gold Smuggling Case: રાજ્યના સૌથી મોટા ગોલ્ડ સ્મગલિંગ કેસમાં 58માં દિવસે DRI દ્વારા ચાર્જશીટ રજૂ કરાઈ, જાણો આરોપીઓની ભૂમિકા
  2. India Gold Import: સુરત એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગ કેસ બાદ ગોલ્ડ આયાત પર પ્રતિબંધ, સરકાર પાસેથી લેવી પડશે મંજૂરી

ABOUT THE AUTHOR

...view details