ગુજરાત

gujarat

ETV Bharat / state

GAU TECH 2023: ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજકોટમાં દેશની સૌપ્રથમ સમિટ યોજાશે - પૂર્વ કેન્દ્રિય પ્રધાન વલ્લભ કથેરિયા

રાજકોટમાં દેશની પહેલી એવી સમિટનું આયોજન કરાશે, જે ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન કરશે. આ સમિટ ગ્લોબલ ફેડરેશન ઑફ કાઉ બેઈઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાવા જઈ રહી છે.

GAU TECH 2023: ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજકોટમાં દેશની સૌપ્રથમ સમિટ યોજાશે
GAU TECH 2023: ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજકોટમાં દેશની સૌપ્રથમ સમિટ યોજાશે

By

Published : Mar 11, 2023, 5:07 PM IST

દેશભરમાંથી લોકો આવશે

રાજકોટઃશહેરમાં આગામી 24થી 28 મે દરમિયાન ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ગૌ ટેક 2023નું આયોજન કરાશે. ગ્લોબલ ફેડરેશન ઑફ કાઉ બેઈઝ્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવવા જઈ રહ્યો છે. અહીં ગૌ આધારિત ઉદ્યોગોનો કેવી રીતે વધુ વિકાસ કરી શકાય. તેમ જ તેને પ્રોત્સાહન કેવી રીતે કરી શકાય તે હેતુથી એક્સપો પણ યોજાશે, જેમાં ભારત સહિત દેશવિદેશના ઉદ્યોગકારો અને ગૌ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃYouth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં

ભારતમાં પ્રથમ વખત યોજાશે આ સમિટઃઆ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ કથેરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે દેશભરમાં પ્રથમ કહી શકાય એવો આ એક પ્રયાસ છે. આમાં રાજકોટમાં દેશભરમાં ગૌપાલકો, ગૌસેવકો, ગૌસંશોધકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે. જ્યારે આ ગૌ ટેક 2023 આ એક એવી સમિટ છે, જેમાં ગાયને લગતા, ગાય સાથે જોડાયેલા, ગાયના દૂધ, ગૌમૂત્ર, ગોબર તેમ જ ગાય સાથે જોડાયેલી મશીનરી સહિતના વિષય સાથે લોકો હવે ગાયને આર્થિક રીતે જોતા થાય. તેમ જ આર્થિક સમૃદ્ધિ મેળવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃYouth 20 Summit in Vadodara : યુથ 20 સમિટમાં સૌથી નાની વયના વક્તા એવા ગૂગલ બોય કૌટિલ્ય પંડિતે આકર્ષણ જમાવ્યું

ગાયમાંથી આવક થાય તેવા પ્રયાસો કરાશેઃરાજકોટમાં યોજાનારા આ અનોખા એક્સપોમાં ખાસ કરીને ગૌપાલકો, ગૌસેવકો તો આવશે જ, પરંતુ રોકાણકારો અને વિવિધ ઉદ્યોગોના લોકો પણ જોડાશે. તેમ જ એકબીજા સાથે આ લોકો કનેક્ટ થઈને ગાયના ગોબર, ગૌમૂત્ર એટલે કે, જે ગાય દૂધ નથી આપતી તેના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરીને આવક મેળવી શકે. ઉપરાંત ગૌવંશ માટે કંઈક નવું કરી શકે અને લોકો પણ ગાયના ઉપયોગને સારી રીતે સમજી શકે. તેમાંથી આવક મેળવી શકે તેવા અનેક ઉદ્દેશ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌપ્રથમ એવા રાજકોટમાં આ પ્રકારના અનોખા એસકપોમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ ગૌ શાળાના સંચાલકો, પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓ પણ જોડાશે.

ABOUT THE AUTHOR

...view details