વાયુ વાવાઝોડા બસ ગણતરીના જ કલાકોમાં સૌરાષ્ટ્રના દરમિયાન કિનારે ત્રાટકવાનું છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય અને લોકોની સલામતિ જળવાઈ તે માટે રાજ્ય સરકાર દ્વારા દરમ્યાન કિનારાના વિસ્તારોમા NDRFની ટીમો દોડાવાઈ છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના ચાર તાલુકાના કુલ 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાના પગલે રાજકોટ મનપાએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી - rjt
રાજકોટઃ રાજ્યના દરિયાકિનારના વિસ્તારોમા વાયુ નામના વાવાઝોડાના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા 35 જેટલા ગામોમાં આ વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વાયુ વાવાઝોડાને કારણે 13મી જૂને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં શહેરીજનો અને વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
rjt
ધોરાજી,ગોંડલ,ઉપલેટા અને જેતપુર તાલુકાના 77 હાજર કરતા વધુ લોકો વાયુ વાવાઝોડાની લપેટમાં આવી શકે છે જેને લઈને રાજકોટ જિલ્લા તંત્ર પણ એલર્ટ થયું છે. જ્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 13મી જૂને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ વાયુ વાવાઝોડાને લઈને રાજકોટની શાળા કોલેજોમાં રજા રાખવાનો આદેશ કર્યો છે.