ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, બળવાખોર સભ્યોની સૂચક ગેરહાજરી - GENERAL MEETING

રાજકોટઃ લોકસભાની ચૂંટણી બાદ આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત પર ભાજપની નજર છે, ત્યારે અગાઉ ભાજપમાં ભળેલાં બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા હતા.

hd

By

Published : Jun 20, 2019, 3:55 AM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે. ત્યારે ભાજપ છેલ્લા કેટલાય સમયથી પંચાયત હસ્તગત કરવા માટે કાવાદાવાઓ કરી રહ્યું છે. તેમજ કોંગ્રેસના જ સભ્યોને તોડવાના પ્રયાસ ચાલુ છે.

હાલ જિલ્લા પંચાયતમાં કુલ 38 સભ્યો છે. જેમાં બન્ને પક્ષ પાસે 18-18 સભ્યો છે. તેમજ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટે ભાજપ પાસે 24 સભ્યો હોવા જરૂરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ બળવાખોર સભ્યોને વહીપ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, બળવાખોર સભ્યોની સૂચક ગેરહાજરી

જો કે બળવાખોર સભ્યો જ પંચાયતમાં વરસાદની સિઝનને લઈને વાવણી માટે વ્યસ્ત હોવાના કારણે આજે સભામાં હાજર રહ્યા નહોતા. જેને લઈને પંચાયતમાં માત્ર પ્રશ્નોત્તરી કરીને પૂર્ણ કરવામાં આવ્યું હતુ.

કોંગ્રેસ દ્વારા નક્કી કર્યા મુજબ કોંગ્રેસના નિશાન પર ચૂંટાઇને આવેલ તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે બળવાખોર સભ્યો ગેરહાજર રહેતા પંચાયતમાં કોઈ નવાજૂની સર્જાઈ નહોતી અને સામાન્ય સભા હેમખેમ રીતે પૂર્ણ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details