નોબલ પ્રાઈઝ વિનર કૈલાશ સત્યાર્થીની બચપન બચાવો આંદોલન નામની સંસ્થાને સ્થાનિક સંસ્થાઓ દ્વારા એવી બાતમી મળી કે શહેરનાં મોટા ભાગના સાડીના કારખાનાંઓમાં પરપ્રાંતિય બાળકોને ગોંધી રાખી તેઓની પાસે બાળમજૂરી કરાવવામાં આવે છે. જેથી સંસ્થાના દામિનીબેન પટેલ અને સંસ્થાના અન્ય હોદ્દેદારોએ પોલીસને સાથે રાખીને શહેરના ચાપરાજપુર રોડ પર આવેલા રાજ ફિનિસિંગ અને ધોરાજી રોડ પર આવેલા તુલસી ફિનિસિંગ નામના સાડીના બે કારખાનાંઓમાં છાપો માર્યો હતો.
જેતપુરમાં સાડીઓના કારખાનાઓમાં બાળમજૂરી કરતા 11 જેટલા બાળમજૂરોને કરાયા મુક્ત - gujaratinews
રાજકોટ : જિલ્લામાં આવેલા જેતપુર શહેરના સાડીઓના કારખાનાઓમાં બાળમજૂરી કરાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બચપન બચાવો આંદોલન દ્વારા પોલીસને સાથે રાખી સાડીના બે કારખાનામાં છાપો મારી ૧૧ જેટલાં બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા.
રાજકોટમાં આવેલા જેતપુરમાં 11 જેટલા બાળમજૂરોને કરાવ્યા મુક્ત
રાજ ફિનિસિંગમાંથી પાંચ અને તુલસી ફિનિશીંગમાંથી છ બાળમજૂરો એમ કુલ 11 બાળ મજૂરો મળી આવતા તમામને મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સીટી પોલીસ સ્ટેશને લાવીને રાજ ફિનિસિંગના લેબર કોન્ટ્રાકટર કાંતા સંધુરામ ચમાર તથા ચંદ્રશેખર રામ દુલારે અને તુલસી ફિનિસિંગના મોદનવાલ સામે જુવેનાઇલ એક્ટ કલમ 79 તેમજ બાળમજૂરી પ્રતિબંધ ધારો 1986ની કલમ 3, 14 હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરવામાં આવી હતી.