ગુજરાત

gujarat

ETV Bharat / state

જસદણના વેપારીઓ સાથે 15 લાખની છેતરપીંડી, 4 શખ્સો ઝડપાયા, 4 ફરાર

રાજકોટ જિલ્લાના જસદણમાં 7થી 8 વેપારીઓ સાથે 15 લાખની છેતરપીંડી થતા ચકચાર મચી હતી. છેતરપીંડી કરનાર ટોળકીના 4 શખ્સોને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે જસદણ પંથકમાંથી ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સુત્રધાર સહિત 4 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

JASDAN NEWS
JASDAN NEWS

By

Published : Sep 30, 2020, 5:51 PM IST

રાજકોટઃ જિલ્લાના તાલુકામાં 7થી 8 વેપારીઓ સાથે રૂપિયા 15 લાખની છેતરપીંડી થતા ચકચાર મચી હતી. છેતરપીંડી કરનાર ટોળકીના 4 શખ્સોને જસદણ પંથકમાંથી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સુત્રધાર સહિત 4 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જસદણના 7થી 8 વેપારીઓ પાસેથી રૂપિયા 15 લાખનો માલ-સામાન લઇ છેતરપીંડી કરનાર ટોળકી સામે જસદણ પોલસમાં ગુનો નોંધાયા બાદ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના PI અજયસિંહ ગોહીલે ટોળકીના 4 શખ્સોને જસદણના લીલાપુર ગામેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઇલેકટ્રીક પંખા, ઇલેકટ્રીક વજન કાંટા, સોફાસેટ નંગ-૮ તથા ત્રણ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટોળકીના ઝડપાયેલા શખ્સોએ જસદણમાં ભાડાની દુકાન રાખી પેઢી ઉભી કરી અલગ-અલગ વેપારીઓ પાસેથી 15 લાખ રૂપિયાનો માલસામા ભેગો કરી દુકાનને તાળા લગાવી નાસી છૂટ્યા હતાં. આ ટોળકીમાં સુરેશ ઇટાળીયા, નિલેશ મહાજન, પ્રદીપ સોની તથા બરોડાનો રાજુ નામનો શખ્સ સામેલ છે. મુખ્ય સુત્રધાર સહિતના આ ચારેય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ટોળકીમાં સામેલ સરધારનો નિલેશ મહાજન અગાઉ રાજકોટમાં ચાંદીના છેતરપીંડીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

આ ટોળકીએ રાજકોટ જિલ્લાના જસદણ તેમજ મહેસાણાના વિસનગરમાં પણ અનેક વેપારીઓ સાથે છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સો પકડાયા બાદ ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details