ગોંડલમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલા સિલ્વર કોમ્પલેક્ષની ધારેશ્વર ડેરી એન્ડ સ્વીટ, રામેશ્વર પ્રોવિઝન સ્ટોર, ખોડલ સિમેન્ટ, ઓમ હાર્ડવેરના શટર ઉચકાવી રોકડ રકમ સહિત માલસામાનની ચોરી કરી જતા વ્યાપારીઓ રોષે ભરાયા હતા.
ગોંડલમાં ચાર દુકાનોના તાળા તૂટ્યા, સમગ્ર ઘટના CCTV માં કેદ - ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલા સિલ્વર કોમ્પલેક્ષ
ગોંડલઃ ગુંદાળા રોડ પર તસ્કરોએ રાત્રીના ચાર દુકાનોને નિશાન બનાવી હાથફેરો કરી જતાં, કોમ્પ્લેકસના વેપારીઓ રોષે ભરાયા હતા. તેમજ પોલીસ શા માટે ચોર સામે જવાબી કાર્યવાહી કરતી નથી તે અંગે પણ પ્રશ્રો ઉઠ્યા હતા.
ગોંડલઃ
વેપારીઓએ પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, 6 મહિના પહેલાં આજ કોમ્પલેક્ષમાં ચોરીની ઘટના બની હતી. તમામ CCTV ફૂટેજ પોલીસને આપવામાં આવ્યા હતા. CCTVમાં દેખાતા તસ્કરની પોલીસ કોઈપણ જાતની ભાળ પણ મેળવી શકી ન હતી. આજની ઘટનાના પણ CCTV ફૂટેજ છે, જેમાં ત્રણથી ચાર શખ્સો ચાદર ઓઢી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. પોલીસ માત્ર આવી આટા ફેરા કરે તેના કરતાં તો ફરિયાદ ન કરવી જ અમોને યોગ્ય જણાય છે. તેવુ કોમ્પ્લેકસના વેપારીઓનું કહેવુ છે.