મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, જુઓ શું કહ્યું... રાજકોટ :ધોરાજી શહેરમાં મોહરમના તાજીયા ઉત્સવની ઉજવણી થઈ રહી હતી. તે દરમિયાન રસુલપરા વિસ્તારમાં વીજ શોક લાગવાથી અનેક લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે. આ ઘટનાની અંદર બે યુવાનોના સારવાર દરમિયાન મોત પણ થયા છે. જ્યારે 20 કરતાં પણ વધારે લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના માજી ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. જેમાં આ તમામ લોકોને સહાય ચૂકવવાની માંગ કરી છે.
લલીત વસોયાની માંગ :આ પત્રની અંદર લલિત વસોયાએ જણાવ્યું છે કે, મોહરમના પવિત્ર તહેવારના દિવસે તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યું ત્યારે એક ગંભીર દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવાનોના મૃત્યુ થયા છે. જ્યારે 26 જેટલા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. આ તમામ લોકોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય ચૂકવવાની વિનંતી સાથે લેખિત પત્ર લખ્યો છે. સાથે જ આ તમામ ઇજાગ્રસ્તોની નબળી પરિસ્થિતિ હોય તેને તાત્કાલિક અસરથી ચૂકવી અને તેઓ પોતાનો સારવાર ખર્ચ નીકાળી શકે તે માટેની રજૂઆત કરી છે.
મોહરમ તાજીયાના ઉત્સવ દરમિયાન ધોરાજી શહેરના રસુલપરા વિસ્તારમાં વીજ શોક લાગવાથી અનેક લોકોને ઈજા પહોંચી છે. જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં બે યુવાનોના મોત થયા છે. અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની અંદર ઇજાગ્રસ્તોને પચાસ હજાર તેમજ મૃતકના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે લેખિત પત્ર લખ્યો છે.-- લલીત વસોયા (માજી ધારાસભ્ય, ધોરાજી વિધાનસભા)
સહાય રકમ :આ સાથે પત્રમાં લલિત વસોયાએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2017 થી લઈને 2023 સુધીમાં તેમના દ્વારા અનેક વખત ભૂતકાળમાં પણ સહાય માટેની રજૂઆતો પણ કરવામાં આવી છે. આ પ્રકારની દુર્ઘટના બાદ તેઓની રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા 14 જેટલા વ્યક્તિઓને તાત્કાલિક સહાય ચૂકવી છે. જેથી આ કિસ્સામાં પણ આ જરૂરીયાતમંદ સુધી સહાય વહેલી તકે પહોંચે તેવી માંગ છે. માજી ધારાસભ્ય લલિત વસોયા પત્ર લખીને સરકારમાં માંગ કરી છે. ઉપરાંત આગામી દિવસોની અંદર પ્રતિનિધિમંડળ સાથે તેઓ જરૂર પડ્યે રૂબરૂ રજૂઆત કરવા માટે જશે તેવું પણ જણાવ્યું છે.
- ભાજપ પર રોડ-રસ્તાના કામો રોકાવવાનો લલીત વસોયાનો આક્ષેપ
- Bhadar Canal: કેનાલની પૂરતી કાળજી ન લેવાતા ખેડૂતો દુ:ખી, મુખ્ય પ્રધાનને કરી લેખિત રજુઆત