ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahipatsinh Jadeja passes away : ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાનું નિધન થતાં વિસ્તારમાં શોકનો માહોલ

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું 86 વર્ષે નિધન થયું છે. જેથી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જાડેજાનું અવસાનને લઈને હાલ રીબડામાં શોકનો માહોલ છવાયો છે. (Mahipatsinh Jadeja passes away)

Mahipatsinh Jadeja passes away : ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાનું નિધન થતાં વિસ્તારમાં શોકનો માહોલ
Mahipatsinh Jadeja passes away : ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાનું નિધન થતાં વિસ્તારમાં શોકનો માહોલ

By

Published : Feb 1, 2023, 7:53 PM IST

ગોંડલના પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાનું અવસાન

રાજકોટ : ગોંડલના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા મહિપતસિંહ જાડેજા ગોંડલ તાલુકાનું રીબડા ગામનું બહુચર્ચિત નામ છે. તેમના નિધનથી ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. તો બીજી તરફ હાલ રીબડામાં મહિપતસિંહ જાડેજાના અવસાનને લઈને શોકનો માહોલ છવાયો છે.

અંતિમ યાત્રા

જન્મદિવસ પર મરસિયા સાંભળ્યા : ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના પ્રમુખ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, મહિપતસિંહે 83મો જન્મદિવસની અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં તેમણે જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. જેમાં મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે, કોઈ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેની મરસિયા સાંભળવાની ઈચ્છા છે તેવું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :Mandeep roy passes away: 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું હાર્ટ એટેકના કારણે નિધન

111 દિકરીઓને કન્યાદાન કર્યું : ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્યા હતા. લોકસાહિત્યના અનેક કવિઓ આ મરસિયા ગાયા હતા. તેની સાથે સાથે મહિપતસિંહ જાડેજા વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું મહિપતસિંહ જીવતું જગતિયું કર્યું હતું, ત્યારે આવા ક્ષત્રિય અગ્રણીના અવસાનને લઈને તેમની અંતિમ યાત્રામાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને અવસાન બાદ હાલ રીબડામાં શોકનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :Parimal Dey passes away: ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર પરિમલ ડેનું 81 વર્ષની વયે નિધન

નામી વ્યક્તિના અવસાન : થોડા દિવસોમાં નામી વ્યક્તિના અવસાનની વાત કરીએ તો, ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર પરિમલ ડેનું બુધવારે 81 વર્ષની વયે નિધન થયું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને પરિમલ ડેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર મનદીપ રોયનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કન્નડ અભિનેતાએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે હાલ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું અવસાન થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details