રાજકોટ :રાજકોટમાં CBI દ્વારા છટકું ગોઠવીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીને રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જ્યારે CBI દ્વારા રાજકોટમાં અધિકારીને લાંચ લેતા ઝડપી પડવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. એવામાં CBI દ્વારા આ લાંચ લેનાર અધિકારીના ઘરે તેમજ ઓફીસ સ્થળે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન ઓફિસના ચોથા માળેથી આ અધિકારી કૂદકો મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે મૃતકના પરિવાર દ્વારા CBI પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરાયો છે. આ સાથે જ CBIના અધિકારી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાનના CM સમક્ષ ન્યાયની માંગણી કરી :ઘટનાનને પગલે મૃતક ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT એવા જાવરીમલ બીશ્નોઈના ભાઈ સંજય બીશ્નોઈએ BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કેટલાક લોકો મારા ભાઈના ઘરની પાસે બેઠા હતા અને તપાસ કરી રહ્યા હતા એ અંગે મારા ભત્રીજાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ CBIના અધિકારીઓ છે જ્યારે આજે સવારે અમને ખબર પડી કે મારા ભાઈનું મોત થયું છે. ત્યારે અમે માંગણી કરીએ છીએ કે જે પણ CBIના લોકો આ તપાસમાં લાગ્યા હતા તેમની વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવામાં આવે, આ સાથે જ મૃતકના પરિવારજનોએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સમક્ષ પણ ન્યાય આપવાની માંગણી કરી હતી.
આ પણ વાંચો :Operation Jail: જેલમાંથી ફરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ, 16 મોબાઈલ, 39 ઘાતક સમાન અને તમાકુ