રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને SOGને બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે આવેલ ભાવનગર રોડ પરના શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યુ છે. મુકેશ પુંજાભાઈ પરાલિયા નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને આ રેકેટ ચલાવી રહ્યો છે.
રાજકોટમાં ટેન્કરમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપીઓ ફરાર - gujarat
રાજકોટઃ રાજકોટ પોલીસે LPG ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ પકડી પાડયુ છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 હજારથી વધુની વિદેશી દારૂની પેટીઓ ભરેલુ ટેન્કર પકડ્યુ છે. જેની કિંમત અંદાજીત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.
રાજકોટમાંથી ટેન્કરમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસ દરોડામાં વિપુલ પ્રમાણમાં દારુનો જથ્થો પકડાયો હતો. પરંતુ આરોપીઓ પોલીસને હાથતાળી આપી ભાગવામાં સફળ થયા હતા. પોલીસે 35ની કિંમતનો દારુ અને ટેન્કર મળી કુલ 73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.